BREAKING NEWS

ગુજરાતમાં ફરી આવી રહ્યો છે ભારે વરસાદનો રાઉન્ડ, હવામાન વિભાગે આ તારીખે વરસાદ ખાબકવાની કરી આગાહી

  • August 06, 2026 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભારતીય હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદનું જોર વધવાની મહત્ત્વની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં પશ્ચિમી વિક્ષોભ (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) અને ચોમાસી સિસ્ટમ એકસાથે સક્રિય થવાના કારણે આગામી આઠમી અને નવમી ઑગસ્ટના રોજ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવન અને તેજ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામવાની શક્યતાને પગલે તંત્ર દ્વારા આગોતરી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે.


હવામાન વિભાગના ડિરેક્ટરનું નિવેદન અને યલો ઍલર્ટ

હવામાન વિભાગના ડિરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર, વર્તમાન ચોમાસાની સિસ્ટમ અને પશ્ચિમી વિક્ષોભની સંયુક્ત અસરને કારણે રાજ્યભરમાં વરસાદનું પ્રમાણ વધશે. હવામાન તંત્ર દ્વારા આઠમી ઑગસ્ટે રાજ્યના કેટલાક ઉત્તર અને પૂર્વના ભાગો માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે તેના પછીના દિવસે એટલે કે નવમી ઑગસ્ટે ખાસ કરીને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદનું જોર ચાલુ રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે.


૬ઠ્ઠી ઑગસ્ટ: વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા અને નગરહવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

૭મી ઑગસ્ટ: અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને દમણ-દાદરા નગરહવેલી વિસ્તારમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

૮મી ઑગસ્ટ: સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગ દ્વારા 'યલો ઍલર્ટ' આપવામાં આવ્યું છે.

૯મી ઑગસ્ટ: વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મેઘરાજા ભારે બેટિંગ કરે તેવી શક્યતા છે.


માછીમારોને ચેતવણી 

આગામી દિવસોમાં દરિયામાં તોફાની પવન ફુંકાવાની તીવ્ર શક્યતા હોવાથી હવામાન વિભાગે માછીમારોને દરિયામાં ન જવાની સ્પષ્ટ અને કડક સૂચના આપી છે. આ ઉપરાંત, વીકેન્ડ દરમિયાન વરસાદની તીવ્રતા નોંધપાત્ર રીતે વધવાની ધારણા હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા તમામ નાગરિકોને સાવચેત રહેવા, બિનજરૂરી બહાર ન નીકળવા અને સ્થાનિક તંત્રની માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application