ધ્રોલમાં ફરી એક વખત હીંસક પ્રાણીનો આતંક: બે ડઝનથી વધુ ઘેટાનું મારણ
ધ્રોલમાં ફરી એક વખત હીંસક પ્રાણીનો આતંક: બે ડઝનથી વધુ ઘેટાનું મારણ
November 15, 2025 06:20 AM
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં એક હીંસક પશુ દ્વારા ઘેટા-બકરા જીવ લેવાનો બનાવ સામે આવ્યો છે, ધ્રોલના ખેંગારકા ગામે માલધારી પરીવારના ૨૦ જેટલા ઘેટા હીંસક પશુ દ્વારા મારણ કરવામાં આવ્યું છે, પશુઓના વાડામાં ઘુસીને જંગલી પશુએ ૨૦ ઘેટાને મોતને ઘાટ ઉતાર્યા છે, પરીવાર દ્વારા આ બાબતે તંત્રને જાણ કરાઇ છે.
હીંસક પશુના કારણે ધ્રોલ પંથકમાં લગભગ આ ત્રીજી કે ચોથી વખત બનાવ બન્યો છે, જેના કારણે પશુઓનો જીવ લેવાયો છે, આ બનાવે ઘ્યાને લઇ ફોરેસ્ટ અધિકારીઓ તેમજ તંત્રએ વધુ તપાસ હાથ ધરવા માટે લોકોની માંગ ઉઠી છે તેમજ આ બનાવ અંગે વધુ તપાસ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.