યાત્રાધામ વીરપુર (જલારામ) ખાતે આવેલી આંગણવાડી કેન્દ્ર ન.ં ૮માં લાંબા સમયથી ચાલતી અસામાજિક પ્રવૃત્તિઓ અને સુરક્ષાના અભાવને કારણે એક ગંભીર ઘટના સામે આવી છે. આંગણવાડી મહિલા કાર્યકરે આઈ.સી.ડી.એસ. તંત્રને લેખિત રજૂઆત કરી કેન્દ્રની સુરક્ષા સુનિશ્ચિત કરવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે.પ્રા વિગતો અનુસાર, છેલ્લ ા ઘણા સમયથી કેટલાક અસામાજિક તત્વો દ્રારા વીરપુર આંગણવાડી કેન્દ્ર નં.૮ ને નિશાન બનાવવામાં આવી રહ્યું છે.આંગણવાડી કેન્દ્ર જાણે દાનો અડ્ડો બની ગયું હોય તેમ રાત્રિના સમયે દીવાલ કૂદીને પરિસરમાં પ્રવેશ કરીદા પીવો, ગંદકી ફેલાવવી તેમજ સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાના બનાવો સતત બની રહ્યા છે. આ તત્વો દ્રારા આંગણવાડીના મુખ્ય દરવાજાની વારંવાર તોડફોડ કરવામાં આવતા કેન્દ્રનું પરિસર અસુરક્ષિત બન્યું હોવાનું જણાવાયું છે. અસામાજિક તત્વો દ્રારા તેમની સાથે અશોભનીય વર્તન તથા ત્રાસ આપવામાં આવે છે, જેના કારણે તેઓ સતત ભયના માહોલમાં ફરજ બજાવવા મજબૂર બન્યા છે