ધ લેન્સેટ જર્નલમાં પ્રકાશિત ગ્લોબલ એનાલીસીસ અનુસાર ૧૯૯૦ અને ૨૦૨૧ની વચ્ચે એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સના કારણે વિશ્વભરમાં વાર્ષિક ધોરણે એક મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને આગામી ૨૫ વર્ષેામાં ૩૯ મિલિયન અર્થાત ૩.૯ કરોડથી વધુ લોકો એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સ ઇન્ફેકશનથી મૃત્યુ પામી શકે છે.
એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ પ્રોજેકટે જણાવ્યું હતું કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિત – દક્ષિણ એશિયામાં એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સથી સૌથી વધુ મૃત્યુ હોવાનો અંદાજ છે યારે ૨૦૨૫ અને ૨૦૫૦ની વચ્ચે કુલ ૧૧.૮ મિલિયન મૃત્યુ થવાની આગાહી કરવામાં આવી છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે દક્ષિણ અને પૂર્વ એશિયા અને સબ–સહારન આફ્રિકાના અન્ય ભાગોમાં એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સના કારણે વધુ મૃત્યુ થયા છે.૧૯૯૦ અને ૨૦૨૧ વચ્ચેના ટ્રેન્ડ મુજબ ૭૦ વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં, એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સને કારણે થતા મૃત્યુમાં ૮૦ ટકાથી વધુનો વધારો થયો છે જે આવનારા વર્ષેામાં વૃદ્ધ લોકોને વધુ અસર કરશે.
આ જ સમયગાળા દરમિયાન, પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સને કારણે મૃત્યુમાં ૫૦ ટકાથી વધુ ઘટાડો થયો છે, એમ તેઓએ શોધી કાઢું હતું. છેલ્લા ત્રણ દાયકામાં નાના બાળકોમાં સેપ્સિસ (લોહીના પ્રવાહમાં ચેપ) અને એન્ટિબાયોટિક રેઝિસ્ટન્સથી થતા મૃત્યુમાં ઘટાડો એ અવિશ્વસનીય સિદ્ધિ છે. જો કે, આ તારણો દર્શાવે છે કે યારે નાના બાળકોમાં ચેપ સામાન્ય બન્યો છે, ત્યારે તેમની સારવાર કરવી મુશ્કેલ બની ગઈ છે.વૃદ્ધ લોકો માટે એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સનો ખતરો માત્ર વસ્તીની ઉંમરની સાથે વધશે. હવે સમય આવી ગયો છે કે વિશ્વભરના લોકોને એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ દ્રારા ઉભા થતા ખતરાથી બચાવવા માટે પગલાં લેવામાં આવે. આરોગ્ય સંભાળ અને એન્ટિબાયોટિકસમાં સુધારો ૨૦૨૫ અને ૨૦૫૦ ની વચ્ચે કુલ ૯૨ મિલિયન લોકોના જીવ બચાવી શકે છે,
૨૦૪ દેશો અને પ્રદેશોમાં તમામ ઉંમરના ૫૨૦ મિલિયન લોકોના ડેટા પર આ વિશ્લેષણ આધાર રાખે છે. જેમાં હોસ્પિટલ અને મૃત્યુના રેકોડર્સ અને એન્ટિબાયોટિક ઉપયોગ સહિતની માહિતી વિશાળ શ્રેણીમાંથી લેવામાં આવ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech