BREAKING NEWS

અમરેલીમાં નનામી અરજી કરતા હોવાની શંકાએ એપાર્ટમેન્ટના પ્રમુખને મારમાર્યો

  • October 02, 2025 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીના રાજકમલ ચોકમાં પટેલ કોમ્પ્યુટર ક્લાસીસ ચલાવતા અને ચક્કરગઢ રોડ સંકુલની પાછળ સંસ્કાર એપાર્ટમેન્ટમાં રહેતા મિતલભાઈ જીવણભાઈ કગથરા (ઉ.વ.42)ના ગત તા.30ના ઘરે હતા ત્યારે એપાર્ટમેન્ટમાં જોરજોરથી અવાજ સાંભળતા નીચે જઈ જોતા એપાર્ટમેન્ટમાં રહેતા નિખિલ જોષી, શેલાર આપા અને તેની સાથેના અજાણ્યા ત્રણ માણસો હતા. શેલાર આપા કહેવા લાગ્યા હતા કે, તું કેમ મેરામભાઈ વાઘોસી સામે અનામી અરજીઓ કરે છે ? આથી યુવકે કહ્યું હતું કે મેં કોઈ અરજી કરી નથી, અને હું શું કામ અનામી અરજી કરું, કરવી હોય તો મારા નામ જોગ જ કરું આ દરમિયાન નીચે જઈને વાત કરતા હતા ત્યાં મેરામભાઈ વાઘોસી પણ આવી ગયા હતા અને કહેવા લાગ્યા હતા કે તું કેમ મારા વિરુધ્ધ અરજીઓ કરે છે, અત્યાર સુધીમાં છ અનામી અરજી કરી છે, તેને પણ યુવકે કહ્યું કે, મેં અરજી નથી કરી અને હું શું કામ અરજી કરું, આમ કહેતા શેલાર આપાએ ફડાકો મારતા તેની હાથ પકડવા જતા બીજા પાંચેક માણસોએ યુવકને પકડી રાખી ઢીકાપાટુનો આડેધડ મારમાર્યો હતો. સેલાર આપા અને મેરામભાઇએ ધમકી આપી હતી કે, તું બજારમાં નીકળ એટલે મારી નાખવો છે, બે દિવસ ના થવા દઉં, યુવકને મૂંઢ ઈજાઓ થતા અમરેલી સિવિલમાં ખસેડવામાં આવતા નાક ઉપર ફેક્ચરની ઇજા થયાનું નિદાન થયું હતું. હુમલો કરવા પાછળનું કારણ એવું હતું કે, એપાર્ટમેન્ટમાં થોડા દિવસ પહેલા છેડતીનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં એપાર્ટમેન્ટના પ્રમુખ તરીકે છોકરીના માતા-પિતા તરફ રહી સમાધાન કરાવ્યું હતું. સમાધાન બાદ મેરામ વાઘોસી સામે કોઈએ ખોટી અરજી કરી હોય તે બાબતે તા.29ના યુવક સાથે બોલાચાલી કરી હતી તેનો ખાર રાખી આ હુમલો કર્યો હતો.

બનાવ અંગે યુવકે અમરેલી સીટી પોલીસમાં મેરામ જીણાભાઇ વાઘોશી, શેલારપા અને ત્રણ અજાણ્યા માણસો સામે ફરિયા નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application