અરબી સમુદ્રના નોર્થ ઈસ્ટ ભાગમાં સર્જાયેલું ડિપ્રેશન થોડા જ કલાકોમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયા પછી તે પ્રતિ કલાકના 13 કિલોમીટર ની ઝડપે નોર્થ વેસ્ટ દિશામાં ગતિ કરે છે. આ સિસ્ટમ આગામી 12 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈને દરિયામાં જ ત્રણેક દિવસ ઘુમરા મારશે. ગઈકાલે દ્વારકાથી માત્ર 90 કીલોમીટર દૂર આ સિસ્ટમ અત્યારે આજે સવારે 8:00 વાગ્યાની સ્થિતિએ 240 કીલોમીટર દૂર છે. પોરબંદરથી 270 કિલોમીટર, નલિયાથી 280 કીલોમીટર અને કરાચીથી ૪૦૦ કિલોમીટર દૂર છે.
24 કલાકમા તે સીવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ જશે
સાંજ સુધીમાં આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થયા પછીના 24 કલાકમા તે સીવિયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈ જશે. જોકે આ સિસ્ટમ સૌરાષ્ટ્રથી અત્યારે દૂર છે. બંગાળની ખાડીની ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરના ભાગરૂપે બંગાળ, બિહાર, ઝારખંડ, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, તામિલનાડુ જેવા રાજ્યોમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે.
નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચવાની પ્રક્રિયાને બ્રેક લાગી
દરમિયાનમાં આવતીકાલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાવાનું છે અને તેની અસરના ભાગરૂપે બંગાળની ખાડી તથા અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચવાનું શરૂ થઈ ગયું છે. આ સિસ્ટમના કારણે નૈઋત્યનું ચોમાસું પાછું ખેંચવાની પ્રક્રિયાને બ્રેક લાગી ગઈ છે.