BREAKING NEWS

બે ભાઈઓને બચાવ્યા પણ આર્મીમેન પોતાનો જીવ ન બચાવી શક્યો, વંથલીમાં નદીમાં નાહવા પડતા મોત મળ્યું, જવાન દિવાળીની રજા માણવા આવ્યો'તો

  • October 24, 2025 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

#aajkaal team

બે ભાઈઓના જીવ બચાવ્યા પણ આર્મીમેન પોતાનો જીવ ન બચાવી શક્યો, વંથલીમાં નદીમાં નાહવા પડતા મોત મળ્યું 



જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ટીકર ગામ પાસે આવેલ ઓઝત નદીમાં આર્મીના જવાનનું ડૂબી જતા મોત થયું હતું. આર્મી મેન તેના સગા અને પિતરાઈ ચાર ભાઈઓ સાથે નાહવા ગયેલ તે સમયે બે ભાઈઓ પાણીમાં ડૂબવા લાગેલ જેથી તેને બચાવવા ગયેલ હતા. બંને ભાઈઓ તો બચી ગયા પરંતુ આર્મી મેન પોતાનો જીવ બચાવી શક્યા ન હતા.ફાયરની ટીમે  કલાકોની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો તહેવારોમાં જ પુત્ર ગુમાવતા પરિવારજનોમાં શોક છવાયો છે. 


   

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ મૂળ વંથલીના ટીકર ગામના અને હાલ મધુરમ સુદામા પાર્ક-૨માં રહેતા ભરત લખમણભાઇ ભેટારીયા (ઉં.વ.૩૩) દિવાળીની રજા પર આવેલ હતા.૨૩ ઓક્ટોબર ગઈકાલે સવારે ભરતભાઈ તેનાભાઈ પિયુષભાઈ, ફઈના દીકરા જીગ્નેશભાઈ ડેર, ભૌતિક અરજણભાઈ ભેટારીયા અને મહેશ મનસુખભાઈ ભેટારીયા એમ ચારેય  ટીકર ગામ પાસે આવેલ ઓઝત નદીમાં નહાવા ગયેલ હતા. તે દરમિયાન મહેશભાઈ અને ભૌતિક ભેટારીયા બંને ઊંડા પાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેથી આર્મી મેન ભરતભાઈ અને જીગ્નેશ કાનાભાઈ ડેર બંને ડૂબી રહેલા બંને યુવકોને બચાવવા ગયેલ હતા. 



દરમિયાન બંને યુવકોને બચાવવામાં સફળતા મળી હતી પરંતુ આર્મી મેન ભરતભાઈ પાણીમાં ગરકાવ થયા હતા. સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ દ્વારા મૃતદેહની શોધખોળ હાથ ધરી કલાકની જહેમત બાદ આર્મી મેનનો મૃતદેહ મળી આવ્યો હતો. તહેવારોના દિવસોમાં જ યુવાન પુત્રનું મોત નીપજતા પરિવારજનોમાં શોકનું મોજુ છવાયું છે. બનાવ અંગે આર્મી મેનના પિતા લખમણભાઇ ભેટારીયાએ પુત્રનું ડૂબી જતા મોત થયા અંગે વંથલી પોલીસમાં જાહેર કર્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application