BREAKING NEWS

વાઇબ્રન્ટ સમિટને લઈને રાજકોટ એરપોર્ટ પર લેન્ડ થશે 50 જેટલા ચાર્ટડ વિમાન-હેલિકોપ્ટર

  • January 10, 2026 03:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટમાં આવતીકાલે તા. 11 જાન્યુઆરીથી મારવાડી યુનિવર્સિટીના યજમાન પદે યોજનાર સૌરાષ્ટ્ર કચ્છ રિજીયોનલ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત 40 દેશના બિઝનેસ ડેલિગેટસ તથા ઉદ્યોગ જગતના માંધાતાઓ અને રાજદ્વારીઓ રાજકોટના મહેમાન બનવા જઈ રહ્યા છે. ત્યારે આવતીકાલથી તારીખ 11 અને 12 કાલે બે દિવસ રાજકોટ થી દેશના અન્ય શહેરોમાં ઉડાન ભરતી એરલાઇન્સ કંપનીઓની 12 ફ્લાઈટ તથા 50 જેટલી ચાર્ટર્ડ ફ્લાઇટ પણ લેન્ડ થવા જઈ રહી છે. જેને લઈને રાજકોટના હીરાસર એરપોર્ટ પર ભારે એર ટ્રાફિક જોવા મળશે.


આવતીકાલે જુના એરપોર્ટ પર અદાણી અને અંબાણી સહિતના હેલિકોપ્ટરનું લેન્ડિંગ

વાઇબ્રન્ટ સમિટને લઈને જુના એરપોર્ટ પર ખાસ ઉદ્યોગપતિઓના હેલિકોપ્ટરના કારણે ટ્રાફિક જોવા મળશે. જેમાં ખાસ કરીને અંબાણી ગ્રુપના મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ગૌતમ અદાણી, નિરમા ગ્રુપના ભરતભાઈ પટેલ સહિતના ઉદ્યોગપતિઓ હેલિકોપ્ટર મારફત જુના એરપોર્ટ પર આવતીકાલે સવારે જ આવી પહોંચશે. તેમજ એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયાના ચેરમેન વિપિનકુમાર 15 અધિકારીઓ સહિત હીરાસર એરપોર્ટ પર આવી પહોંચશે તેમ જ વાઇબ્રન્ટમાં જવા માટે રવાના થશે.

વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીના ખાનગી વિમાનોનું હીરાસર એરપોર્ટ પર આગમન

આ અંગે એરપોર્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હીરાસર એરપોર્ટ પર આવતીકાલે તારીખ 11 અને 12 બે દિવસમાં કુલ 50 જેટલા ખાનગી વિભાનોના લેન્ડિંગ અને ડીપાર્ચર માટે મંજૂરી આપી દેવામાં આવી છે. આ ઉપરાંત જુના એરપોર્ટ પરથી વિશ્વભરમાં પ્રસિદ્ધ ગુજરાતી ઉદ્યોગપતિઓના એક ડઝન જેટલા હેલિકોપ્ટર પણ ઉડાન ભરી શકે છે. આજે સાંજે તારીખ 10 થી જ દેરાસર એરપોર્ટ પર વેવી આપી મોમેન્ટ શરૂ થઈ ચૂકી છે. વડાપ્રધાન મોદી આજે બપોર બાદ હીરાસર એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. તેઓનું એરઇન્ડિયા વન વિમાન આવતીકાલે મોડી સાંજ સુધી હિરાસર એરપોર્ટ પર જ પાર્ક કરાશે. જ્યારે વડાપ્રધાન અને સુરક્ષાનો કાફલો હેલિકોપ્ટર મારફત રાજકોટથી સોમનાથ જવા માટે રવાના થશે. આ ઉપરાંત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું વિમાન અને વડાપ્રધાનના સિક્યુરિટીના સ્ટાફના વિમાન હેલિકોપ્ટર કાફલાનો બેઝ પણ હિરાસર એરપોર્ટ પર જ પાર્ક કરાશે.



આવતીકાલે દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ,ડેલીગેટ્સ અને રાજદ્વારીઓનું આગમન

આવતીકાલે તારીખ 11 ના રોજ બપોર બાદ રિઝ્યોનલ વાઇબ્રન્ટ સમિટના ઉદઘાટનના દિવસે સવારથી જ દેશ-વિદેશના ઉદ્યોગપતિઓ, ડેલીગેટ તેમજ રાજધારીઓ રાજકોટ આવવા માટે વિમાની મુસાફરી ખેડવા જઈ રહ્યા છે. ત્યારે બે દિવસમાં 50થી વધુ ચાર્ટડ ફ્લાઈટના લેન્ડિંગ અને ડિપાર્ચર જોવા મળી શકે છે. આ માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા વિશે સ્ટાફની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.


270 ઇનોવા અને 100 સેડાન સહિતની કાર દ્વારા રાજકોટમાં મહેમાનોનું આગમન\

રાજકોટમાં આવતી કાલથી શરૂ થનાર વાઇબ્રન્ટ સમિટ માટે 400 જેટલી કાર સર્કિટ હાઉસ સરકારી ગેસ્ટ હાઉસ તથા 15 હોટલોમાં 350થી વધુ રૂમ બુક કરવામાં આવ્યા છે. મહાનુભાવોની કેટેગરી મુજબ 270ઇનોવા અને 120 સેડાન કાઢી પસંદગી કરવામાં આવી છે. તેમની સાથે એરપોર્ટ ઓથોરિટીએ નિર્ધારિત કરેલા સુરક્ષા અધિકારીઓ તેમજ લાઇસનિંગ ઓફિસર રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application