ગિરનારની પરિક્રમામાં આ વર્ષે ૭.૧૫ લાખથી વધુ ભાવિકો આવ્યા હતા. પરંતુ મધરાત્રે વિધિવત પરિક્રમા શ થાય તે પૂર્વે જ ૩.૪૧ લાખથી વધુ પરિક્રમાથીઓએ પરિક્રમા પૂર્ણ કરી લીધી હતી. તત્રં દ્રારા વહેલી પરિક્રમા શ કરાવી દેતા પરંપરાગત રીતે થતી પરંપરા તૂટી રહી છે. આ વર્ષે તો ઓછા ભાવિકો આવવાના કારણે વિધિવત પરિક્રમા શ થયા બાદ આંકડો કુલ પરિક્રમાથીઓની સંખ્યાના અડધાથી પણ ઓછો નોંધાયો હતો. જેથી સંતો મહંતો અને સંસ્થાઓ આગોતરી પરિક્રમાનું આયોજન ન થાય તે માટે કડક વલણ અપનાવે તેવી માંગ ઉઠી છે.
ગિરનારની પરિક્રમા આ વર્ષે ગત વર્ષની પરિક્રમા કરતા ૬ લાખથી વધુ ભાવિકો ઓછા આવ્યા હતા. અગિયારસની મધરાત્રે વિધિવત પરિક્રમા શ થાય છે પરંતુ અગાઉથી જ પરિક્રમા કરવા આવતા ભાવિકો માટે તત્રં ગેટ ખોલી નાખે છે. જેથી આગોતરી પરિક્રમા શ કરી દેવામાં આવે છે. તંત્રના અણધડ નિર્ણયથી વર્ષેા જૂની પરંપરા તૂટી રહી છે અને પરિક્રમાનું મહત્વ પણ ભાવિકોની સંખ્યા જોઈ ઘટતું જઈ રહ્યું છે. વર્ષેાથી પરિક્રમા કરવા આવતા ભાવિકોના જણાવ્યા મુજબ રીબીન કાપ્યા અને વિધિવત પૂજન થયા બાદ જ પરિક્રમા શ થઈ ગણાય છે. પરંતુ તત્રં અને વન વિભાગ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગેટ વહેલો ખોલી દેવાથી પરિક્રમાનું સ્થળ ટેકનીક પોઇન્ટ થઈ રહ્યું છે. આ વર્ષના વિધિવત પરિક્રમા પૂર્વેના જ ભાવિકોના આંકડા નિહાળીએ તો મંગળવારે મધરાત્રે ૧૨ વાગ્યે તત્રં દ્રારા પૂજન વિધિ અને રીબીન કાપી પરિક્રમાનો પ્રારભં કર્યેા હતો પરંતુ તે પૂર્વે જ મંગળવારે તળેટી વિસ્તારમાં દોઢ દિવસમાં જ રાત્રિના ૧૨ વાગ્યા સુધીમાં ૩,૪૧,૫૬૪ ભાવિકોએ નળ પાણીની ઘોડી વટાવી લીધી હતી અને તત્રં અને સંતો–મહંતોઓ દ્રારા પૂજન શ્રીફળ વધેરી અને રીબીન કાપી ઉદઘાટન કર્યા આનદં લે છે. આ વર્ષે સોમવારે સવારે છ વાગ્યે વહેલા ગેટ ખોલી નાખ્યા બાદ માત્ર ૧૪ કલાકમાં જ પાંચ દિવસના નોંધાયેલા આંકડાઓમાંથી ૧૨ તારીખના સવારે ૮થી ૧૦ બે કલાકના જ અંતરમાં સૌથી વધુ ૭૪,૮૭૩ ભાવિકો નળ પાણીની ઘોડીએ નોંધાયા હતા. જેના ઉપરથી જ પરિક્રમા પિકનિક પોઇન્ટ વધુ હોય તેવો અંદાજ લગાવી શકાય છે. જેની સરખામણીએ અંતિમ દિવસે સૌથી ઓછા ભાવિકો નોંધાયા હતા.
તા.૧૧થી ૧૫ પાંચ દિવસ દરમિયાન પ્રથમ દિવસે ૪૧૭૨૪ ભાવિકોએ નળ પાણીની ઘોડી વટાવી લીધી હતી, યારે બીજા દિવસે ૩.૭૨ લાખ ભાવિકો પરિક્રમા પૂર્ણ કરી તળેટી તરફ પહોંચી રહ્યા હતા. બીજા દિવસે ૧.૧૨ લાખથી વધુ, ચોથા દિવસે ૯૨,૬૫૧ અને અંતિમ દિવસે તો ભાવિકોની સંખ્યાના બદલે માત્ર ૬૨૬૧ જ જંગલમાં રહ્યા હતા. પાંચેય દિવસની પરિક્રમાનો તાગ મેળવીએ તો બીજા દિવસે જ અડધો અડધ પરિક્રમા પૂર્ણ કરી નીકળી ગયા હતા. જેથી વિધિવત પરિક્રમા માત્ર ને માત્ર રીબીન કાપવા પૂરતી અને ઓપચારિક જ બની રહી છે. જેથી પરિક્રમાનું મુખ્ય કેન્દ્ર બિંદુ ગણાતા સાધુ સંતોએ સરકારી નીતિ રીતે નો વિરોધ કરી આગોતરી પરિક્રમા ન થાય તે માટે ભાર મૂકવો જોઈએ અને. પરિક્રમા નિર્ધારિત દિવસે અને સમય જ થાય તેવી કામગીરી કરવા રસ દાખવવો જોઈએ. દર વખતે વિધિવત પરિક્રમા વખતે આવતા ભાવિકના જણાવ્યા મુજબ આવતા દિવસોમાં તો પરિક્રમાથીઓ સાતમ થી જ આવી જશે તો શું તત્રં તે પહેલા દરવાજો ખોલી નાખશે જેથી જે પરંપરા અને ગરિમા છે તેને વિસરાવી ન જ જોઈએ અને પરિક્રમા કમ પિકનિક પોઇન્ટ માટે આવતા ભાવિકો ને કડકાઈ થી રોકી વર્ષેા જૂની પરંપરા વિસરતા બધં કરાવી જોઈએ જેથી આવતા વર્ષે પરિક્રમા નિયત સમયે જ અને માત્રને માત્ર જંગલમાં આટા ફેરા કરી પરિક્રમા પિકનિક પોઇન્ટ બનાવી દેવાતા નિયત સમયે જ શ કરવા માંગ ઉઠી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કાલાવડમાં વન નેશન વન ઈલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 12:40 PMહવે ભૂલથી પણ ખોટા વ્યક્તિને UPI દ્વારા ચુકવણી નહીં થાય, જાણો શું કામ?
May 02, 2025 12:22 PMઆર માધવને NCERTના અભ્યાસક્રમ પર ઉઠાવ્યા સવાલ
May 02, 2025 12:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech