જસદણ નગરપાલિકાના વોર્ડ નંબર ૬માં આવેલ વડલાવાડી વિસ્તારમાં તાજેતરમાં હાથ ધરાયેલા ડામર રોડના રિસર્ફેસિંગના કામમાં નગરપાલિકાના કોન્ટ્રાકટર હર્ષદીપ કન્સ્ટ્રકશન એજન્સી દ્રારા ખુલ્લ ો ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોવાની નગરજનોમાં ઉગ્ર બૂમરાણ ઉઠી છે. આ કામ 'લોટમાં લીટો'ની માફક રાતોરાત પતાવી દેવાયું હોવાની વ્યાપક ફરિયાદ છે, યાં ગુણવત્તાના માપદંડોની સરેઆમ અવગણના કરવામાં આવી છે.
સ્થાનિકોના મતે, હર્ષદીપ કન્સ્ટ્રકશન એજન્સીના કોન્ટ્રાકટરે પોતાની મનમાની ચલાવીને રોડમાં પાથરાયેલી માટીને હટાવ્યા વિના જ સીધો ડામર પાથરી દીધો હતો. આનાથી પણ ગંભીર બાબત એ છે કે રોડ પર યાં પાણી ભરેલું હતું, તેને સાફ કરવાના બદલે પાણી ભરેલા રોડ પર જ ડામર પાથરીને ઘોર બેદરકારી અને ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવ્યો છે. જાણે કોન્ટ્રાકટર જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સત્તાધીશોને ખુલ્લ ો પડકાર ફેંકી રહ્યા હોય કે, અમે ભલે ભ્રષ્ટ્રાચાર આચરીએ, તમારે તો માત્ર અમારા બિલ જ પાસ કરવાના! તેવો ઘાટ સર્જાયો છે.
યારે આ રોડ બની રહ્યો હતો અને કોન્ટ્રાકટર ખુલ્લ ો ભ્રષ્ટ્રાચાર આચરી રહ્યા હતા, ત્યારે જસદણ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ જેમ કે ચીફ ઓફિસર, એન્જિનિયર, કન્સલ્ટન્ટ કે ટીપીઆઈ (થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન) આ ભ્રષ્ટ્રાચારને અટકાવવામાં કેમ નિષ્ફળ રહ્યા? આ એક મોટો સવાલ બની ગયો છે. નગરજનોમાં એવી ઉગ્ર ચર્ચા જાગી છે કે, શું આ ભ્રષ્ટ્રાચારમાં માત્ર કોન્ટ્રાકટર જ નહીં, પરંતુ જસદણ નગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોની પણ મિલીભગત હશે? વગર ગુણવત્તા તપાસે કે સુપરવિઝને કામ ચાલવા દેવું એ તેમની સીધી બેદરકારી કે પછી ઈરાદાપૂર્વકનો ટેકો સૂચવે છે.
તપાસ ટીમના રોલ પર પણ સવાલો
નગરજનોમાં એવી બુમરાણ ઉઠી રહી છે કે, યારે નગરપાલિકાના પ્રાદેશિક કમિશનર કચેરીની ટીમ તપાસમાં આવે છે, ત્યારે તે ટીમના અધિકારીઓ પણ કથિત રીતે કોન્ટ્રાકટરોની કારમાં બેસીને આવે છે અને મોજમજા કરી ચૂપચાપ ચાલતી પકડે છે. જો આ વાત સાચી હોય તો તપાસ અને કાર્યવાહીના નામે માત્ર દેખાડો થતો હોવાનું સ્પષ્ટ્ર થાય છે.
શહેરભરના કામોમાં ભ્રષ્ટાચારની ફરિયાદ છતાં કાર્યવાહી કેમ નહીં?
હર્ષદીપ એજન્સી દ્રારા શહેરભરમાં યાં–યાં નવા રોડ–રસ્તા બનાવવામાં આવ્યા છે અને હજી બનાવવામાં આવી રહ્યા છે, તે તમામ કામોમાં કોન્ટ્રાકટર દ્રારા લોકોને નજરે દેખાય તેવો ખુલ્લ ો ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો છે. છેલ્લ ા ઘણા સમયથી આ એજન્સી દ્રારા એકહથ્થુ ભ્રષ્ટ્રાચાર આચરીને રોડ–રસ્તાનું કામ કરવામાં આવી રહ્યું છે. આટલો મોટો ભ્રષ્ટ્રાચાર સરેઆમ થવા છતાં જસદણ નગરપાલિકાના અધિકારીઓ કે સત્તાધીશો તેની સામે ઐંચો અવાજ પણ નથી કાઢી શકતા, જેના કારણે તેમની ભૂમિકા શંકાના દાયરામાં આવી છે. સત્તાધીશોના મૌન પર નગરજનોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application