સુરત સીમાડા નાકા આવેલ હરિરામ મોટર્સ ગેરેજમાં કાર રીપેરીંગ કરતી વખતે જેક છટકી જતા કાર મિકેનિકની માથે પાડતા ગંભીર ઈજાને પગલે તેમનું મોત થયું હતું. પોલીસ સુત્રો દ્રારા મળતી માહિતી અનુસાર, મૂ આટકોટ વતની અને હાલ વરાછા મીની બજાર સ્થિત આવેલ અંકુર સોસાયટીમાં રહેતા ૪૫ વર્ષીય જયેશભાઇ વલ્લભભાઈ વઘાસિયા સીમાડા નાકા બાપા સીતારામ ચોક પાસે આવેલ હિરરામ મોટર્સ ગેરેજમાં મિકેનિક તરીકે નોકરી કરી પત્ની અને સંતાનોનું ભરણપોષણ કરતા હતા. ગઈકાલે સાંજે જયેશભાઈ ગેરેજમાં કાર રીપેરીંગ કરતા હતા. દરમિયાન કાર નીચે રહેલ જેક છટકી જતા કાર તેમની માથે પડતા ગંભીર ઈજા પહોંચી હતી.જેથી તેમને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે વધુ આગળની તપાસ સરથાણા પોલીસ કરી રહી છે.નાના એવા અઆટકોટ માં શોકની લાગણી ફેલાઇ ગઇ હત