જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં શહેરના અટીકા ફાટક પાસેના નેહરૂનગર વિસ્તારમાં રાત્રિના સમયનો આ વિડીયો હોવાનું જણાઇ આવે છે. જેમાં અહીં આવેલા ધ્યાન મંદિર નજીક પરપ્રાંતિય શ્રમિક યુવાનો પર કેટલાક ગુંડા તત્વો ધોકા- પાઇપ સહિતના હથિયારો વડે હુમલો કરી રહ્યા હોવાનું વીડિયોમાં નજરે પડે છે. વાયરલ થયેલો આ વિડીયો બે દિવસ પૂર્વેનો હોવાનું સીસીટીવી ફૂટેજ પરથી માલુમ પડી રહ્યું છે.
નેહરૂનગર વિસ્તારમાં પરપ્રાંતીય યુવાનો પર આવારાતત્વો દ્વારા હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના અંગેનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ મામલે ભક્તિનગર પોલીસે તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે વીડિયોમાં નજરે પડતા શખસોની ઓળખી કાઢવા કવાયત હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેવડાવાડીમાં ધોળા દિવસે સોની વેપારીના ઘરમાં ચોરી કરનાર મુંબઇનો શખસ ઝડપાયો
June 16, 2025 03:16 PMમારી ગાડીના કાચ તમારા સમાજના લોકોએ જ તોડ્યા, કહી યુવાનને હડધૂત કરી ધમકી
June 16, 2025 03:13 PMગણેશનગરમાં એન્ટિક ચીજ વસ્તુના વેપારીને છરીના ઘા મારવાની ધમકી
June 16, 2025 03:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech