BREAKING NEWS

અમરેલીમાં રેલવે ટ્રેક પર પથ્થરો અને ફેન્સિંગનો થાંભલો મુકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ, પોલીસ દોડતી થઈ

  • January 23, 2026 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલીમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ટ્રેક પર પથ્થરો મુકવામાં આવ્યા હતા. જે બાબતની જાણ લોકો પાયલટને થતા તેની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.


અમરેલી તાલુકાના ચિત્તલ અને ખીજડિયા રેલવે સ્ટેશન પાસે અજાણ્યા શખ્સો દ્વારા ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રેક પર પથ્થરો અને ફેન્સિંગનો થાંભલો ગોઠવવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે રેલવે સુરક્ષા દળ દ્વારા તપાસ શરૂ કરી છે.


ગત રોજ ભાવનગર-પોરબંદર પેસેન્જર ટ્રેન ચિતલ અને ખીજડિયા સ્ટેશન વચ્ચેથી પસાર થવાની હતી. તે સમય દરમ્યાન રેલવે ટ્રેક પર મોટા પથ્થરો અને ફેન્સિંગ માટે વપરાતા સિમેન્ટના પોલ ટ્રે પર પડેલા જોતા લોકો પાયલટ દ્વારા તાત્કાલીક ટ્રેનને ઉભી રાખી હતી. તેમજ રેલવે ટ્રેક પરથી પથ્થરો અને ફેન્સિંગ હટાવ્યા બાદ ટ્રેનને જવા દેવામાં આવી હતી.

ઘટનાની જાણ રેલવેના ઉચ્ચ અધિકારીઓને થતા ઉચ્ચ અધિકારીઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ તપાસ એજન્સીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ રેલ્વે પ્રોટેક્શન ફોર્સ અને સ્થાનિક પોલીસ ડોગ સ્કવોડ અને ફેરેન્સિકની ટીમ તેમજ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો અને રેલવે પોલીસની પણ ખાસ ટીમો દ્વારા તપાસ શરૂ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News