ગુજરાત રાજ્યના વિશાળ દરિયાઈ કિનારા તેમજ તેને સ્પર્શતા જમીન વિસ્તારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા મરીન ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે .જે અંતર્ગત મરીન ટાસ્ક ફોર્સના કમાન્ડો અને તેના અધિકારીઓ કાર્યરત છે.
આ બાબત ધ્યાને લઈને એ.ટી.એસ.ના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્મા, પોલીસ મહાનીરીક્ષક પી.એલ.માલ તથા હજીરા (સુરત)ના પોલીસ અધિક્ષક એસ.જે.પરમાર નાઓનાં માર્ગદર્શન હેઠળ દરિયાઈ કિનારાના રહેવાસી તથા ભારત દેશના એક જવાબદાર નાગરીક તરીકે સતત જાગૃત રહેવા તા.૧૧,૨૩,૨૫/૧૨/૨૦૨૫ના રોજ નીચે વિગતે સમજ આપવામાં આવેલ હતી.

જામનગર ખાતેના મરીન ગ્રુપ લીડર ડી.આર.યાદવ, મરીન ટીમ લીડર જી.એમ.બોપલીયા, મરીન ટીમ લીડર ડી. એચ. જાડેજા તથા મરીન કમાન્ડો,ફિશરીઝ વિભાગના અધિકારી તેમજ સ્થાનીક સરપંચ. આગેવાનો ઉપરાંત અન્ય ગ્રામજનોની ઉપસ્થિતિમાં દરિયાઈ માર્ગે સંભવિત વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવવા, શંકાસ્પદ બોટ કે વ્યક્તિ સંદર્ભે જાગૃતતા કેળવવા, શંકાસ્પદ બિનવારસી વસ્તુઓ જેવી કે કેફી પદાર્થો તથા એક્સપ્લોસિવ(બોમ્બ)ની હેરાફેરી અટકાવવા બાબતે ગ્રામજનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application