રાજકોટ મહાપાલિકા દ્રારા ગઇકાલે સ્વાતંય પર્વ નિમિત્તે અટલ સરોવર ખાતે ધ્વજવંદન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં શાસક પક્ષ ભાજપના ૨૫ અને વિપક્ષ કોંગ્રેસના તમામ ચાર મળીને કુલ ૨૯ કોર્પેારેટર ગેરહાજર રહ્યા હતા. મહાપાલિકાના ૧૮ વોર્ડના શાસક–વિપક્ષના કુલ ૭૨ કોર્પેારેટરમાંથી ૪૩ કોર્પેારેટરોએ સમારોહમાં હાજરી આપી ધ્વજવંદન કયુ હતું. યારે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઇ સહિતના તમામ અધિકારીઓ, ઇજનેરો અને કર્મચારીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન સમારોહ શહેરની બહાર આવેલા અટલ સરોવરે યોજતા શહેરીજનોની હાજરી ખૂબ ઓછી જોવા મળી હતી.
ધ્વજવંદન બાદ મેયરએ કરેલા પ્રજાજોગ ઉદબોધનમાં બે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી જેમાં સ્માર્ટ સિટી એરિયામાં રૂ.૫૬૫ કરોડના ખર્ચે નિર્મિત રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટનું કામ પૂર્ણ થઇ ગયું હોય હવે ટૂંક સમયમાં લોકાર્પણ કરવામાં આવે તેવી જાહેરાત કરી હતી. તદઉપરાંત શહેરમાં સ્વચ્છતાના ધોરણો વધુ ઉચ્ચ બનાવવા પાર્ટ ટાઇમ સફાઇ કામદારોની ભરતી કરાશે અને તેમાં વયમર્યાદા ૪૦ના બદલે ૪૫ વર્ષ સુધીની રહેશે, ટૂંક સમયમાં આ અંગેની ભરતીની જાહેરાત પ્રસિધ્ધ કરાશે.
દેશના સ્વાતંય પર્વ નિમિત્તે રાજકોટ મહાપાલિકા દ્રારા આયોજિત ધ્વજવંદન સમારોહમાં (૧) મેયર (૨) ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા (૩) સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન જયમીન ઠાકર (૪) શાસક નેતા લીલુબેન જાદવ (૫) શાસક પક્ષના દંડક મનિષ રાડીયા (૬) સુરેન્દ્રસિંહ વાળા (૭) ડો.પ્રદીપ ડવ (૮) પુષ્કરભાઇ પટેલ (૯) કંચનબેન સીધ્ધપુરા (૧૦) દિલીપભાઈ લુણાગરિયા (૧૧) ચેતનભાઈ સુરેજા (૧૨) મગનભાઈ સોરઠીયા (૧૩) સોનલબેન સેલારા (૧૪) કંકુબેન ઉધરેજા (૧૫) રસીલાબેન સાકરિયા (૧૬) ડો. નેહલ શુકલ, (૧૭) નરેન્દ્રભાઈ ડવ (૧૮) ચીતાબેન જોષી (૧૯) ડો.અલ્પેશ મોરઝરીયા (૨૦) યોત્સનાબેન ટીલાળા (૨૧) દક્ષાબેન વસાણી, (૨૨) મંજુબેન કુંગસીયા (૨૩) કીર્તીબા રાણા (૨૪) રાણાભાઇ સાગઠીયા (૨૫) બીપીનભાઈ બેરા (૨૬) દુર્ગાબા જાડેજા (૨૭) મીનાબા જાડેજા (૨૮) જયાબેન ડાંગર (૨૯) આશાબેન ઉપાધ્યાય (૩૦) ભારતીબેન મકવાણા (૩૧) પરેશ આર. પીપળીયા (૩૨) જીતુભાઇ કાટોળીયા (૩૩) મિતલબેન લાઠીયા (૩૪) અસ્મિતાબેન દેલવાડીયા (૩૫) વિનુભાઈ સોરઠીયા (૩૬) ડો.દર્શના પંડા (૩૭) ડો.રાજેશ્રીબેન ડોડીયા (૩૮) નરેન્દ્રસિંહ વાઘેલા (૩૯) ભારતીબેન મકવાણા (૪૦) ભારતીબેન પરસાણા (૪૧) દક્ષાબેન વાઘેલા (૪૨) સુરેશ વસોયા (૪૩) કુસુમબેન ટેકવાણી સહિતના કોર્પેારેટર હાજર રહ્યા હતા
૭૦ મીટરની ઉંચાઇ ઉપર ૨૧ મીટરની લંબાઇ અને ૧૪ મીટર પહોળાઇનો રાષ્ટ્ર્રધ્વજ લહેરાયો
અટલ સરોવર ખાતે મહાપાલિકા આયોજિત ધ્વજ વંદન સમારોહની પૂર્ણાહત્પતિ બાદ અટલ સરોવર ખાતે સૌરાષ્ટ્ર્રના સૌપ્રથમ મેકિસમમ હાઇટના લેગમાસ્ટનું લોકાર્પણ કરાયું હતું. આ લેગમાસ્ટની વિશેષતા એ છે કે તેની ઉંચાઇ ૭૦ મીટર છે, જે સૌરાષ્ટ્ર્રમાં સૌથી ઉંચી છે. આ રાષ્ટ્ર્રધ્વજના ફલેગ પોલની ડિઝાઇન અને ઉંચાઇને ધ્યાનમાં રાખીને તેની કાપડની લંબાઇ અને પહોળાઇ પણ ખાસ નક્કી કરવામાં આવી છે. રાષ્ટ્ર્રધ્વજની લંબાઇ ૨૧ મીટર અને પહોળાઇ ૧૪ મીટર છે. આ અનોખા લેગમાસ્ટના નિર્માણમાં મહત્વપૂર્ણ ટેકિનકલ પાસાંઓ અને સુરક્ષા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ લેગમાસ્ટ અટલ સરોવરના વિઝિટર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application17 વર્ષની સગીર મોડેલને જ્યુસ પીવડાવી બેભાન કરી રીબડાના શખસે દુષ્કર્મ આચર્યું
May 03, 2025 03:48 PMહું પણુ મટે તેનું નામ જ મુક્તિ - મોરારીબાપુ
May 03, 2025 03:40 PMતળાજા-મહુવા રોડ પર બોરડા ગામ નજીક ખાનગી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત
May 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech