છાતીમાં બંદુક મારો પાણીયારાના દીકરા હોય તો...ગોંડલમાં ફોર્મ પરત ખેંચવા મુદ્દે ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે તડાફડી
છાતીમાં બંદુક મારો પાણીયારાના દીકરા હોય તો...ગોંડલમાં ફોર્મ પરત ખેંચવા મુદ્દે ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે તડાફડી
April 15, 2026 01:52 PM
ગોંડલમાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાના અંતિમ દિવસે રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના 7 થી 8 જેટલા ઉમેદવારોએ અચાનક પોતાના ફોર્મ પરત ખેંચી લેતા ખળભળાટ મચી ગયો છે. આથી સરકારી કચેરીમાં જ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવી જતા તડાફડી બોલી હતી. કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, છાતીમાં બંદુક મારો પાણીયારાના દીકરા હોવ તો. ત્યારે સામે ભાજપના કાર્યકરે કહ્યું હતું કે તમે પાણીયારાના દીકરા જ છો. ત્યારે કોંગ્રેસના નેતાએ કહ્યું હતું કે, પોલીસની હાજરીમાં દાદાગીરી કરો છો. તમારી હેસિયત નથી મારી નાખવાની. ફોર્મ પાછું ખેંચવા માટે દબાવો છો.
આ ઘટનાને પગલે કોંગ્રેસે ભાજપ પર ધાક-ધમકી અને લોભ-લાલચ આપીને લોકશાહીનું હનન કરવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. બીજી તરફ, ભાજપે આ આક્ષેપોને નકારી કાઢતા જણાવ્યું હતું કે કોંગ્રેસમાં આંતરિક જૂથબંધી અને હારના ડરને કારણે ઉમેદવારોએ સ્વેચ્છાએ પીછેહઠ કરી છે. આ મુદ્દે બંને પક્ષના આગેવાનો સામસામે આવી જતાં તંત્રમાં દોડધામ મચી ગઈ હતી અને રાજકીય વાતાવરણ તંગ બન્યું છે.