BREAKING NEWS

ઉછીના લીધેલા નાણાના બદલામાં ભાજપ કોર્પોરેટરના પતિએ મહિલા પર દુષ્કર્મ આચર્યું, ગર્ભવતી બનાવી, બાળકની જવાબદારી લેવાનો ઈન્કાર

  • September 21, 2026 01:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિસ્તબદ્ધ ગણાતા ભાજપ પક્ષમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વો અને ગુંડા તત્વોની જમાવડો જોવા મળી રહી છે ભાજપ નેતાઓ વિરુદ્ધ વિવિધ ગુનાહિત પ્રવૃત્તિઓ અંગે ફરિયાદો નોંધાતી રહે છે. જેમાં મોરબીના મહિલા કોર્પોરેટરના પતિ વિરુદ્ધ એક પરિણીત મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે. મોરબીની રહેવાસી એક પરિણીત મહિલાએ આરોપી શેખ માદસણા વિરુદ્ધ દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે પાંચ વર્ષ પૂર્વ પતિની બિમારી માટે આરોપી શેખ માદસણા પાસેથી ૧ લાખ ઉછીના લીધા હતા જે રકમના બદલામાં આરોપીએ અવારનવાર શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું અને પરિણીતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. 


જેને પગલે પરિણીતા ગર્ભવતી બની હતી. જેથી આરોપીએ બાળકની જવાબદારી તે નિભાવશે તેવો વાયદો કરતા ગર્ભપાત કરાવ્યો ના હતો જેને લોગ બનનાર પરિણીતાએ બાળકને જન્મ આપ્યો હતો. જેથી બાળકના જન્મ બાદ બાળકની કોઈ જવાબદારી આરોપી નિભાવતો ન હતો. જેથી પરિણીતાએ આરોપી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આરોપી શેખ માદસણા મોરબી મહાપાલિકા વોર્ડ નં ૮ના મહિલા કોર્પોરેટરના પતિ છે. અગાઉ ટંકારા ધુનડા રોડ પર જુગાર રેડમાં પણ તેમનું નામ ખુલ્યું હતું તો હવે દુષ્કર્મની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સીટી એ ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application