ભાવનગર-રાજકોટ હાઈવે પર બુધવારે (28 મે) મોડીરાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં ભાવનગર જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ રૈયાબેન મિયાણી પતિ મૂળજી મિયાણીના મોતના સમાચાર સામે આવ્યા છે. બાઇક પર સવાર મૂળજીભાઈ અજાણ્યા વાહન સાથે અથડાતા ભાવનગરના ભાજપ નેતાનું મોત નીપજ્યું હોવાની માહિતી સામે આવી છે.
બાઇક સ્લીપ ખાઈ ગયું અને અજાણ્યા વાહન સાથે ટકરાઈ
મળતી માહિતી અનુસાર, ભાવનગરના સિહોરમાં ગઢુલા ગામ નજીક ભાજપ નેતા મૂળજી મિયાણીનો અજાણ્યા વાહન સાથે અકસ્માત સર્જાયો હતો. મૂળજી મિયાણી બાઇક લઈ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અચાનક બાઇક સ્લીપ ખાઈ ગયું અને અજાણ્યા વાહન સાથે ટકરાઈ, જેના કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.
પોલીસે હજુ સુધી અકસ્માતનું કારણ સ્પષ્ટ કર્યું નથી
ઘટનાની જાણ થતાં પોલીસ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. હાલ સમગ્ર બનાવને ધ્યાને લઈ સોનગઢ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આ વિશે વધુ તપાસ હાથ ધરી છે. જોકે, પોલીસે હજુ સુધી અકસ્માતનું કારણ સ્પષ્ટ કર્યું નથી. ભાજપ નેતાના મૃત્યુથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. ઘટનાની જાણ થતાં ભાજપના આગેવાનો તેમજ પરિવાર સિહોરની CHC હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
મૃતક જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન રહી ચૂક્યા
નોંધનીય છે કે, મૂળજીભાઈ મિયાણી કિસાન મોરચાના સભ્ય તેમજ ભાવનગર જિલ્લા પંચાયતમાં કારોબારી ચેરમેન રહી ચૂક્યા છે. તેમની પત્ની રૈયાબેન મિયાણી પણ ભાજપમાં જોડાયેલા છે અને હાલ જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech