પોરબંદરમાં મનપાની ટોલ ફ્રી હેલ્પલાઇન સેવાના સેન્ટરની ભાજપના હોદ્ેદારોએ લીધી મુલાકાત

  • May 06, 2025 03:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શ‚ થયેલ ટોલ ફ્રી હેલ્પ લાઈન સેવા ની ‚બ‚ મુલાકાત પોરબંદર જિલ્લા ભાજપ અને શહેર ભાજપ પ્રમુખે લીધી હતી.
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા પોરબંદર શહેર તથા સમાવિષ્ટ ૪ ગામોની જનતા માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦ ૨૩૩ ૦૨૮૬ શ‚ કરવામાં આવ્યો છે. આ ટોલ ફ્રી હેલ્પલાઇન સેન્ટર ની આજરોજ પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ અને પોરબંદર શહેર ભાજપ પ્રમુખે મુલાકાત લીધી હતી. 
પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ  ડો. ચેતનાબેન ‚પારેલ (તિવારી), પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગર મોદી, મહામંત્રી નિલેશ બાપોદરા સહીત ટીમે જણાવ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ  દ્વારા પોરબંદર-છાયા પાલિકા ને મહાનગરપાલિકાનો દરજ્જો આપી પોરબંદરના વિકાસના દ્વાર ખોલ્યા છે, મહાનગરપાલિકા બનતા પોરબંદરવાસીઓ ને અનેક પ્રકારે ફાયદા થનાર છે જેના પ્રથમ ચરણમાં જ મહાનગર પાલિકા દ્વારા ટોલફ્રી નંબર જાહેર કરી વિશિષ્ટ સેવા ની શ‚આત કરી છે જેને અમો આવકારીએ છીએ. તેઓ એ વધુ માં જણાવ્યું છે કે, આ હેલ્પલાઇન દ્વારા નગરજનો નગરની સફાઈ અને કચરા ઉઠાવવા, પીવાના પાણીની અછત અથવા લાઇન લીકેજ, નિકાસ નાળાની સમસ્યાઓ, સ્ટ્રીટ લાઈટ બંધ કે ફોલ્ટ અંગે, અવરોધિત રસ્તા, ખરાબ રસ્તાઓ, ખુલ્લી ગટર વિગેરે અંગે તેમજ અન્ય નાગરિક સુવિધાઓ સંબંધિત પ્રશ્ર્નો આ હેલ્પલાઇન પર નોંધાવી શકશે. આ હેલ્પલાઇન સવારે ૦૮:૦૦ વાગ્યાથી રાત્રે ૧૨:૦૦ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. જેથી નાગરિકો સમયસર પોતાની ફરીયાદ નોંધાવી શકશે. વધુમાં આવી ફરીયાદો સરકારશ્રીનાં ઇ-નગર પોર્ટલમાં કમ્પ્લેઇન રજીસ્ટ્રેશન મોડયુલમાં નોંઘવામાં આવશે અને દરેક ફરીયાદને વિગતવાર લગત શાખા સુધી પહોંચાડવામાં આવશે. દરેક ફરિયાદનો ટ્રેક રેકોર્ડ ઓટોમેશન હોવાથી અરજદારોની ફરીયાદનું યોગ્ય નિરાકરણ થયે તેઓને ઇ-નગર પોર્ટલ દ્વારા મોબાઇલમાં ફરીયાદ રીસોલ્વ થયા બાબતનો  એસ.એમ.એસ. પણ પ્રાપ્ત થશે જેથી કામગીરીમાં પારદર્શિતા અને જવાબદારી નક્કી થશે. 
ઉપરાંત મહાનગરપાલિકા શહેરી વિસ્તાર તેમજ તાજેતરમાં જોડાયેલા ચાર ગામોમાં ચાલી રહેલા વિકાસ કામોનું અસરકારક સુપરવિઝન જ‚રી હતું. તેથી સુપરવિઝન માટે શહેરનાં દરેક વોર્ડમાં વિશિષ્ટ જવાબદારી ધરાવતાં ઈજનેરોઓ / ઓવરસીયરોની નિમણૂંક કરવામાં આવી છે. આ નિમણૂકથી કામગીરીમાં ગતિ અને ગુણવત્તા બંનેમાં વધારો થશે તેમજ નાગરિકો સુધી વિકાસનાં લાભો યોગ્ય રીતે પહોંચાડી શકાશે. વધુમાં મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં કર્મચારીઓને સી.યુ.જી. સીમ કાર્ડ ફાળવવામાં આવશે આ કાર્ડથી કર્મચારીઓ વચ્ચે આંતરિક સંપર્ક વધુ ઝડપી બનશે, તેમજ શહેરીજનો હવે સંબંધિત શાખાના કર્મચારીઓ સાથે સીધો સંપર્ક પણ કરી શકશે. દરેક કર્મચારીઓના ફોન નંબર જાહેર લિસ્ટમાં આપવામાં આવશે જેથી નાગરિકો અતિરેક સમસ્યા માટે વિભાગીય સંપર્ક પણ કરી શકશે. આથી ફરિયાદોની સમજણ, કામગીરીની ઝડપ અને જવાબદારી બંનેમાં વધારો થશે. મહાનગરપાલિકાની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને પારદર્શક બને તે હેતુથી, સંપૂર્ણ સંસ્થાકીય માળખું દર્શાવતી ઓર્ગેનાઇઝેશન ચાર્ટ તૈયાર કરવામાં આવશે. જેમાં કર્મચારીઓની જવાબદારીઓ, વિભાગીય વિભાજન અને કામગીરીના પ્રવાહની સ્પષ્ટતા કરવામાં આવશે છે. જેથી નાગરિક કેન્દ્રિત સુશાસન, ઝડપી સેવાઓ અને શહેરના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બની રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application