ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાસંગ્રામ પૂરો થયા બાદ આજે મતગણતરી થઈ રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિત ૧૫ મહાનગરપાલિકાઓમાં કુલ ૧૦૪૪ બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિકોણીય જંગ જામ્યો હતો.૧૫ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૧૧ મનપામાં ભાજપના ૪૩ ઉમેદવારો બિનહરીફ થઈ ચૂક્યા છે. જેમાં આણંદમાં ૧૨, પોરંબદરમાં ૧૧, મહેસાણા ૫, અમદાવાદ ૨, સુરેન્દ્રનગર ૩,જામનગર ૧, નડિયાદ ૩, વડોદરા ૨, નવસારી ૨, ગાંધીધામ ૧ અને વાપી મનપામાં ભાજપનો ૧ ઉમેદવાર બિનહરીફ થયો છે. નડિયાદ મહાનગરપાલિકામાં ભાજપના ૩ ઉમેદવાર બિનહરીફ થયા હતા.
આ લખાય છે ત્યારે ત્રણ વાગ્યે અમદાવાદમાં કુલ ૧૯૨ બેઠકમાંથી ભાજપને ૫૪ બેઠક પર જીત પ્રાપ્ત થઈ હતી જયારે કોંગ્રેસ ખાતું ખોલાવી શકી ન હતી. સુરતમાં કુલ ૧૨૦ બેઠકમાંથી ૨૦ બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો જયારે કોંગ્રેસ શૂન્ય પર સમેટાઈ હતી. વડોદરામાં કુલ ૭૬ બેઠકમાંથી ભાજપને ૨૨ બેઠક પ્રાપ્ત થઇ હતી. કોંગ્રેસ શૂન્ય પર રહી હતી.રાજકોટમાં ૭૨ બેઠકમાંથી ભાજપને ૨૨ જયારે કોંગ્રેસને ૪, જામનગરમાં ૬૪ બેઠકમાંથી ભાજપને ૮ જયારે કોંગ્રેસને ૬ બેઠક, વાપીમાં પર બેઠકમાંથી ભાજપને ૨૪ તેમજ કોંગ્રેસને ૪ અને સુરેન્દ્રનગરમાં ૫૨ બેઠકમાંથી ભાજપને ૧૬ તથા કોંગ્રેસને ૩ બેઠક પર વિજય પ્રામ થયો હતો.
નવસારીની મનપા ચૂંટણીમાં ભાજપે એક ચમત્કારિત જીત મેળવી છે. ૧૩ વોર્ડની ૫૨ બેઠકમાં યોજાયેલા મતદાનમાં ૫૦ બેઠકો પર ભાજપે જીત મેળવીને ઈતિહાસ રચી દીધો