ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડનો પ્રારભં મુખ્યમંત્રી નિવાસ સ્થાને થયો છે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળી રહેલી આજની બેઠકમા જૂનાગઢ મહાનગરપાલિકા અને નગરપાલિકાના પ્રમુખ ના નામ પર આખરી મંજૂરીની મહોર મારવામાં આવશે. આવતીકાલે મળનારી સામાન્ય સભામાં મેયર અને નગરપાલિકા પ્રમુખ ના નામ પર આજે નિરીક્ષક ના અહેવાલ બાદ સહમતિ સાધવામાં આવશે.અને નામો સીલ બધં કવરમાં મોકલાશે આ નામ આવતીકાલે બેઠકના પ્રારંભે ખુલશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે આ નામો ધરાવતાં મેન્ડેટસ જે–તે જિલ્લ ા અને મહાનગરોના ભાજપ પ્રમુખોને મોકલી આપવામાં આવશે. આ નામોની જાહેરાત જે–તે બોર્ડની સામાન્ય સભામાં કરી દેવાશે. જૂનાગઢમાં મેયર ઉપરાંત સ્થાયી સમિતિના અધ્યક્ષ, ડેપ્યુટી મેયર અને પક્ષના નેતાના નામો પણ ગાંધીનગરની આજની બેઠકમાં નક્કી કરી દેવામાં આવશે.
આજે સવારે નવ વાગ્યાથી લઇને રાત્રે નવ વાગ્યા સુધી ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને મળી રહી છે.આ બેઠકમાં ભાગ લેવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સોમવારે મોડી સાંજે ગાંધીનગર આવી ગયા હતા. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક દરમિયાન જૂનાગઢ મહાનગર પાલિકા તથા ભાજપે જીતેલી તમામ નગરપાલિકાઓની નવી બોડીના હોદ્દેદારોના નામ અંગે ચર્ચા કરીને આખરી નિર્ણય લેવાઇ જશે.ભાજપના સંગઠનની અટકી પડેલી પ્રક્રિયા હવે ધૂળેટી બાદ જ હાથ ધરાશે. સૌ પ્રથમ મહાનગરો અને જિલ્લ ાના અધ્યક્ષોની યાદી બહાર પાડવામા આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech