રાજકોટ મહાપાલિકાની આગામી તા.૨૬ એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનારી ચૂંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ સંકલ્પ પત્ર (ચૂંટણી ઢંઢેરો) જાહેર કરવામાં આવ્યો હતો જેમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીએ રાજકોટને મેટ્રો સિટી બનાવવા ક્રમબદ્ધ આયોજન કરાશે તે સહિતના ૯ સંકલ્પોની જાહેરાત કરવામાં આવી હતી.
વિશેષમાં પ્રેસ કોન્ફરન્સનો ને સંબોધન કરતા પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભાજપ માટે આ ચૂંટણી ઢંઢેરો નથી પરંતુ સંકલ્પ પત્ર છે અને આ સંકલ્પ પત્રએ અમારા માટે શ્રીમદ ભગવદ્ ગીતા સમાન છે. ભાજપ જે સંકલ્પો જાહેર કરે છે તે અવશ્ય પૂર્ણ કરી બતાવે છે. ભાજપનું સંકલ્પ પત્ર એ પ્રજા માટે ગેરંટી કાર્ડ સમાન છે. ભાજપનું આ સંકલ્પ પત્ર એ રાજકોટના વિકાસના રોડ મેપ સમાન છે.
ઉપરોક્ત પ્રેસ કોન્ફરન્સમાં પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી, સંગઠન પ્રભારી અનિરુધ્ધભાઇ દવે, પ્રદેશ ભાજપ અગ્રણી રાજુભાઇ ધ્રુવ, શહેર ભાજપ પ્રમુખ ડો.માધવભાઇ દવે, ધારાસભ્યો ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, ભાનુબેન બાબરિયા અને રમેશભાઇ ટીલાળા, શહેર ભાજપ મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, જાડેજા અને વાડોલીયા, વિરેન્દ્રસિંહ ઝાલા, કિશોરભાઈ રાઠોડ, મયુરભાઈ શાહ, પરિમલભાઈ ભરડવા, હાર્દિકભાઈ બોરડ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સની વ્યવસ્થા શહેર ભાજપ કાર્યાલય મંત્રી હિતેષભાઇ ઢોલરિયા અને સહ કાર્યાલય મંત્રી શૈલેષભાઈ દવેએ સંભાળી હતી.
રાજકોટના વિકાસ માટે ભાજપના ૯ સંકલ્પ
૧. આંતર માળખાકીય સુવિધાઓ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ
-રાજકોટને મેટ્રો સિટી બનાવવા ક્રમબદ્ધ આયોજન
-વિકસિત વોર્ડનું ક્રમબદ્ધ આયોજન
-જુના રાજકોટ અને ઉપલકાંઠાનો આધુનિક વિકાસ
-સાઉથ ઝોન હેઠળના વિસ્તારોનો વિકાસ
-નવી આવાસ યોજનાઓનું નિર્માણ
-રાજકોટને ઝીરો વેસ્ટ (કચરમુકત) શહેર બનાવાશે
૨.પરિવહન અને ટ્રાફિક વ્યવસ્થાપન
-ટ્રાફિક મેનેજમેન્ટ વધુ સુદ્રઢ બનાવશે
-રસ્તાઓની પહોળાઇ વધારાશે
-રિંગ રોડને જોડતા એપ્રોચ રોડ પહોળા બનાવાશે
- નવા બ્રિજ અને અંડરપાસ બનાવાશે
- નવી બસોની ફાળવણી કરાશે
- ટ્રાફિક સિગ્નલની સંખ્યા વધારશે
- ચાર રસ્તા પસંદ કરી વૈજ્ઞાનિક ઢબે સંચાલિત કરાશે
- રાજકોટમાં મેટ્રો ટ્રેન દોડાવાશે
૩. આરોગ્ય અને સુખાકારી
- મ્યુનિસિપલ ઝોનવાઈઝ નાના ઓપરેશન થઈ શકે તેવી મીની હોસ્પિટલ બનાવાશે
- અર્બન હેલ્થ સેન્ટરનું વિસ્તૃતીકરણ અને આયુષ્યમાન કાર્ડ
૪. શિક્ષણ, યુવા અને રમત ગમત
-અગ્રેજી માધ્યમની શાળાઓ શરૂ કરાશે
- મ્યુનિસિપલ શાળાઓને સ્માર્ટ સ્કૂલ બનાવાશે
- દરેક વોર્ડમાં મોર્ડન લાઇબ્રેરી
- રમતગમત માટે મેદાનો ડેવલપ કરાશે
- બાળકો માટે રમકડા ગૃહ બનાવાશે
- શહેરમાં વાર્ષિક રમતોત્સવ યોજાશે
૫. રોજગાર, વ્યાપાર અને ઔદ્યોગિક વિકાસ
-સ્ટાર્ટ અપ્સ ને પ્રોત્સાહન
- નવી ઔધ્યોગિક વસાહતો સ્થપાશે
- જુની ઔધ્યોગિક વસાહતોમાં આધુનિક સુવિધાઓ અપાશે
- નવા હોકર્સ ઝોન બનાવાશે
- ગરીબ માણસ દુકાન ખરીદી શકે તેવા એફોર્ડેબલ કૉમ્પ્લેક્સ બનાવાશે
- ઝોનવાઈઝ રોજગાર તાલીમ કેન્દ્ર બનાવાશે
૬. મહિલા સશક્તિકરણ અને ઉત્કર્ષ
- વર્કિંગ વિમેન હોસ્ટેલ
- નવા મહિલા હોકર્સ ઝોન બનાવાશે
- મહિલા પ્રશિક્ષણ અને તાલીમ
૭. પર્યટન, મનોરંજન અને સાંસ્કૃતિક વિકાસ
- ઉપલાકાંઠે લાયન સફારી પાર્ક
- નવું ઓપન એર થિયેટર
- સ્માર્ટ સિટી એરિયામાં મેનેજમેન્ટ કન્વેન્શન સેન્ટર
- નવા ફૂડ ઝોન
- સાંસ્કૃતિક સ્પર્ધાઓ
- ધાર્મિક સ્થળોનો વિકાસ કરાશે
૮. ટેક્નોલોજી, વહીવટ અને સુરક્ષા
- મ્યુનિસિપલ સેવાઓમાં એ.આઈ.નો ઉપયોગ
- ઑનલાઇન સેવાઓનો વ્યાપ વધારાશે, લોકોની લાઇન ભૂતકાળ બનશે
- રાજકોટ ફાયર બ્રિગેડ ને આંતરરાષ્ટ્રીય સ્તરની સાધન સુવિધાથી સજ્જ કરાશે
૯. કરવેરામાં રાહત અને પ્રોત્સાહક યોજનાઓ
- સિનિયર સિટિઝન્સ ના નામે મિલકત હોય તો મિલકત વેરામાં બે ટકા વધુ વળતર
- સોલાર વપરાશકર્તાઓને મિલકતવેરામાં વધુ રાહત આપવા યોજના મુકાશે
- વ્યાપાર ઉદ્યોગ જગતના એકમોને ખાસ આર્થિક પ્રોત્સાહન આપવા યોજના મૂકી તેનો કડક અમલ કરાશે.