મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે ભાણવડ ખાતે બી.એલ.ઓ.ની તાલીમ યોજાઈ
મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ અન્વયે ભાણવડ ખાતે બી.એલ.ઓ.ની તાલીમ યોજાઈ
November 03, 2025 05:33 PM
ચૂંટણી પંચના તા.૨૭-૧૦-૨૦૨૫ના પત્રથી તા.૦૧-૦૧-૨૦૨૬ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ-૨૦૨૬ જાહેર કરવામાં આવ્યો છે.
જે તા.૦૭-૦૨-૨૦૨૬ સુધી ચાલશે. આ કામગીરી અન્વયે ૮૧ ખંભાળિયા વિધાનસભા મતવિસ્તાર અંતર્ગત ભાણવડ ખાતે બૂથ લેવલ ઓફિસર્સની તાલીમ યોજાઈ હતી. તાલીમમાં મતવિસ્તારના મતદાર નોંધણી અધિકારી તેમજ પ્રાંત અધિકારી કે,કે, કરમટા અને અન્ય અનુભવી અધિકારીઓ દ્વારા એસ.આઈ.આર. પ્રક્રિયા તેમજ બી.એલ.ઓ.ની ફરજો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, બુથ લેવલ અધિકારી દ્વારા તા.૦૪-૧૧-૨૦૨૫થી તા.૦૪-૧૨-૨૦૨૫ સુધીમાં મતદારયાદીના આધારે તમામ મતદારોનાં ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ તથા ફોર્મ ભરવા જરૂરી માર્ગદર્શન અપાશે.