BREAKING NEWS

અરિયર્સ મુદ્દે બીએસએનએલ કર્મચારી-પેન્શનરોનો સૂત્રોચ્ચાર-ધરણાનો કાર્યક્રમ

  • May 20, 2026 10:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ BSNLના કર્મચારીઓ તથા પેન્શનરોને તા. ૧-૧-૨૦૨૬થી ૩૧-૩-૨૦૨૬ સુધીના ૩.૫ ટકા આઈડીએ એરિયર્સ અંગે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલીકોમ ન્યુ દિલ્હી દ્વારા કોઈ નિર્ણય ન લેવામાં આવતા તથા આઈડીએ ચૂકવણી કરવામાં ન આવતા કર્મચારીઓ તથા સિનીયર સિટીઝન પેન્શનરોમાં અત્યંત રોષની લાગણી વ્યકત કરતા તા. ૨૦-૫ બુધવારે સમગ્ર દેશ લેવલે. ડીઓટી તથા બીએસએનએલની મુખ્ય કચેરીઓ ખાતે સૂત્રોચ્ચાર-દેખાવો-ધરણાનો કાર્યક્રમ
સવારે ૧૦.૩૦થી ૧૨.૩૦ સુધી યોજવામાં આવ્યો હતો. રાજકોટ, ગુજરાત, સૌરાષ્ટ્રમાં કાર્યકમાં પણ યોજાયા હતા. બીએસએનએલના કર્મચારીઓ, પેન્શન સાથે સતત ભેદભાવ ભરી નીતિ હજુ સુધી બીએસએનએલના કર્મચારીઓને નવા પગાર પંચના વર્ડ વેઈઝ રીવીઝનનો લાભ નથી અપાવો જ્યારે અન્ય કેન્દ્રીય કર્મચારીઓ માટે આઠમા પગાર પંચની તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવેલ છે. બીએસએનએલમાં બેવડી નીતિને લીધે સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. બીએસએનએલના આઈટીએસ અધિકારીઓને ૭મું પગાર પંચ રેગ્યુલર
ડીએ, મોંઘવારી ભથ્થુ તથા અન્ય લાભો તાત્કાલિક આપવામાં આવી રહ્યા છે. જ્યારે બીએસએનએલના કર્મચારીઓ, સિનીયર સિટીઝન તથા પેન્શનરીને પગાર પંચ તો દૂર હવે મોંઘવારી ભથ્થુ મેળવવા ઉનાળાના ધોમધખતા તડકામાં ઘરણા કરવા પડે છે. જે અત્યંત દુઃખદાયક તથા પીડાજનક બાબત છે. મોંઘવારી ભથ્થુ સુપ્રિમ કોર્ટની ગાઈડલાઈન મુજબ રોકી શકાતું નથી છતાં બીએસએનએલના કર્મચારીઓને આ લાભવી વંચિત રાખવા માટે મોટું કરવામાં આવે છે તથા અન્યાય કરવામાં આવી રહ્યો છે. જ્યુબીલી બાગ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application