BREAKING NEWS

બાબા બુઢા અમરનાથ યાત્રા શરૂ,કડક સુરક્ષા જાા વચ્ચે યાત્રાળુઓ રવાના

  • August 17, 2026 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અત્યંત ધાર્મિક માહોલ વચ્ચે બાબા બુઢા અમરનાથ યાત્રાનો શુભારભં થયો છે અને યાત્રાળુઓનો પહેલો જથ્થો જમ્મુથી પૂંચ માટે રવાના કરવામાં આવ્યો છે. ગયા વર્ષે, ઓપરેશન સિંદૂરને કારણે, યાત્રાળુઓની સંખ્યામાં થોડો ઘટાડો થયો હતો.આજથી જમ્મુમાં ૧૨ દિવસની બાબા બુઢા અમરનાથ યાત્રા શ થઈ છે.પૂંચ જિલ્લાના મંડી તહસીલના રાજપુરા ગામમાં સ્થિત પ્રાચીન બાબા બુઢા અમરનાથ મંદિરની ૧૨ દિવસની વાર્ષિક યાત્રા ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી ચાલુ રહેશે, જે રક્ષાબંધનની આસપાસ પૂર્ણ થશે.આ વર્ષે યાત્રાળુઓમાં યાત્રા માટે ઉત્સાહ સ્પષ્ટ્ર હતો. પંચશીલ ભારત–પાકિસ્તાન નિયંત્રણ રેખા પર આવેલું છે, જેના પાર પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાંથી પાકિસ્તાની સેના સામે વિરોધના અવાજો ઉઠી રહ્યા છે. યાત્રામાં ભાગ લેનારા યાત્રાળુઓનો દાવો છે કે સમય આવી ગયો છે યારે ભારત પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરને પોતાના કબજામાં લેશે.દરમિયાન, અધિકારીઓએ પૂંચ, રાજાૈરી અને માર્ગ પરના વિસ્તારોમાં કડક સુરક્ષા અને દેખરેખ ગોઠવી છે. યાત્રાળુઓનો કાફલો પોલીસ સુરક્ષા હેઠળ આગળ વધશે, અને કેન્દ્રીય સશક્ર પોલીસ દળની વધારાની તૈનાતી પણ કરવામાં આવી છે. જિલ્લા વહીવટીતત્રં અને સ્થાનિક સંસ્થાઓએ યાત્રા માર્ગ પર તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે, જેમાં વોટરપ્રૂફ ટેન્ટ, સમુદાય રસોડા (લંગર), પાકિગ સુવિધાઓ અને આરોગ્ય સંભાળ કેન્દ્રોનો સમાવેશ થાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News