રાજકોટમાં આવેલી નિહિત બેબી કેર હોસ્પિટલમાં આઠ માસના બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જેને લઇ પરિવારજનોએ તબીબી બેદરકારીનો આક્ષેપ કર્યેા છે. બાળકને ડેન્ગ્યુ થયો હોય અહીં સારવાર કરવામાં આવી હતી. બાદમાં રિપોર્ટ નેગેટીવ આપતા રજા આપતા સમયે નર્સે એકસાથે ચાર ઇન્જેકશન આપતા તેની તબિયત બગડી હતી અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું. પરિવારજનોના આક્ષેપને લઈ પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું છે.
બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ શહેરના રાધે કૃષ્ણ સોસાયટીમાં રહેતા ભંગારના ધંધાર્થી અલ્તાફભાઈ અંસારીના આઠ માસના પુત્ર આફતાબની તબિયત બગડતા તેને નિહિત બેબી કેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ રાત્રે અહીં બાળકનું મૃત્યુ થતા હોસ્પિટલ દ્રારા માલવિયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી હેડ કોન્સ્ટેબલ કે.જી.ઝાલાએ જરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડો હતો.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,આઠ માસનો આફતાબ એક બહેનથી નાનો હતો પિતા અલ્તાફભાઈ અંસારી ભંગારનો ધંધો કરે છે. તેમણે જણાવ્યું હતું કે આતાબને ૧૫ મીએ તાવ જેવું જણાતા દવા લીધી હતી. પછી આંચકી જેવું જણાતા નિહિત બેબી કેરમાં દેખાડવા લઈ ગયા હતા. ત્યાં રિપોર્ટ થતા ડેન્ગ્યુનું નિદાન થયું હતું. જેથી ડોકટરે દાખલ કરવાનું કહેતા અહીં દાખલ કર્યેા હતો.તા. ૧૭મી એ ફરી રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુ નેગેટિવ આવતા ડોકટરે રજા આપવાની વાત કરી હતી. તે પછી ગઈકાલે રજા આપતી વખતે દવા ઇન્જેકશન લખી દેવાયા હતા. જેથી હત્પં ચાર ઇન્જેકશન લઈને આવ્યો હતો.અહીં નર્સ દ્રારા બાળકને એક સાથે એક પછી એક ચારેય ઇન્જેકશન આપી દેવાયા હતા તે વખતે અલ્તાફભાઈના પત્નીએ કહ્યું હતું કે એક સાથે ચાર ઇન્જેકશન આપવાના છે કે કેમ? તે અંગે નર્સને પૂછતા કોઈ જવાબ દીધો ન હતો.
એક સાથે ચાર ઇન્જેકશન અપાયા બાદ બાળક ઐંઘમાં જતું રહ્યું હોય તેવી હાલત થઈ ગઈ હતી અને રજા અપાતા પરિવાર ઘરે ગયો હતો. સાંજે બાળકની તબિયત ફરી બગડતા તેને ફરી હોસ્પિટલમાં લઈ ગયા હતા. યાં તેનું મૃત્યુ થયું હતું જેથી આ બાબતે પરિવારજનોએ હોસ્પિટલ સ્ટાફે સારવારમાં બેદરકારી દાખવી હોવાનો આક્ષેપ કરતા મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર હાપા યાર્ડ ખાતે એક રાષ્ટ્ર એક ચુંટણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો
May 02, 2025 06:36 PMજામનગર: જ્યાં સુધી મનપા કમિશનર મને મળશે નહિ ત્યાં સુધી હુ પાણી પણ નહિ પીવ
May 02, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech