BREAKING NEWS

જામનગર : બાલા હનુમાન દાદાને 56 ભોગ ધરાવવામાં આવ્યો: દર્શન કરી ભક્તો ભાવવિભોર

  • November 10, 2025 10:27 AM 

જામનગરવાસીઓના આસ્થાના સાગર વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિર ખાતે 62મો અન્નકૂટ ઉત્સવ ઉજવાયો હતો.



જેમાં મોટી સંખ્યામાં ભક્તો સહભાગી થયા હતા. દાદાને ભક્તિભાવ સાથે આ પ્રસંગે ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો.



માગશર સુદ પૂનમના દિવસે સાંજે 4:30 વાગ્યે આરતી કરવામાં આવી હતી,  આ દરમિયાન વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફળો, લાડુ, ફરસાણ, અડદિયા અને બરફી સહિતની વાનગીઓ તૈયાર કરવામાં આવી હતી.


​​​​​​​
રાત્રે 8:30 વાગ્યે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાઆરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તોને અન્નકૂટનો પ્રસાદ વિતરણ થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application