BREAKING NEWS

હુતી વિદ્રોહીઓનો બેલિસ્ટિક મિસાઈલથી સાઉદી અરેબિયાના મંત્રાલય અને સૈન્ય મથકો પર હુમલો

  • October 27, 2026 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈરાન સમર્થિત હુતી વિદ્રોહીઓએ મંગળવારે સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ સ્થિત રક્ષા મંત્રાલય, ખમીસ મુશૈતના એક એરબેઝ અને નજરાન એરપોર્ટ પર હાજર બે સૈન્ય વિમાનો પર હુમલો કરવાનો દાવો કર્યો છે. જોકે, સાઉદી અરેબિયા તરફથી આ હુમલાઓની હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.


સૈન્ય પ્રવક્તા યહ્યા સારીએ જણાવ્યું હતું કે, 'આમારી સશસ્ત્ર સેનાઓએ દુશ્મન સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં રક્ષા મંત્રાલયને બેલિસ્ટિક મિસાઈલથી નિશાન બનાવ્યું છે અને નિશાન ચોક્કસપણે પાર પડ્યું છે.'


સમાચાર એજન્સી એએફપીના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયાની રાજધાનીમાં દિવસ દરમિયાન અગાઉ વિસ્ફોટોના અવાજો સાંભળવા મળ્યા હતા. આ ઘટના સાઉદી અરેબિયા દ્વારા હુથીઓ દ્વારા દાગવામાં આવેલી બે મિસાઈલોને તોડી પાડવાના દાવા બાદ સામે આવી છે.


હુતી વિદ્રોહીઓએ દાવો કર્યો છે કે તેમણે રિયાધમાં સાઉદી અરેબિયાના રક્ષા મંત્રાલય, નજરાન એરપોર્ટ પર બે સૈન્ય પરિવહન જેટ અને ખમીસ મુશૈતના એક એરપોર્ટ પર હુમલો કર્યો છે.


સાઉદીની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી
આ પછી તેમણે સાઉદી અરેબિયાની 'રાસ તાનુંરા' ઓઇલ રિફાઇનરી પર પણ હુમલો કરવાનો દાવો કર્યો છે. આ દેશની સૌથી મોટી રિફાઇનરી છે અને હોર્મુઝની સમુદ્રધૂની (સ્ટ્રેટ ઓફ હોર્મુઝ) ની પશ્ચિમે ખાડીના કિનારે સ્થિત છે. આ હુમલાના કારણે રિફાઇનરીમાં આગ લાગી ગઈ હતી, જેમાં એક શિપિંગ ટર્મિનલ પણ સામેલ છે.



હાલમાં સાઉદી અધિકારીઓ દ્વારા આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, પ્રતિદિન 550000 બેરલની ક્ષમતા ધરાવતી રાસ તાનુંરા રિફાઇનરીને યુદ્ધના શરૂઆતના મહિનાઓમાં એહતિયાતી પગલા રૂપે થોડા સમય માટે બંધ કરી દેવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application