રાજકોટ : પતિ અને પત્ની વચ્ચે લમજીવન દરમિયાન થયેલ વિવાદના સંદર્ભમાં આક્ષેપો અને પ્રતિઆક્ષેપો વચ્ચે પતિ દ્વારા પત્નીથી અલગ થવાના દાવા સામે પત્નીના લગ્ન પુનઃસ્થાપનના પ્રતિદાવામાં ફેમિલી કોર્ટે પત્નીનો પ્રતિદાવો મંજૂર અને પતિની છૂટાછેડાનો હાવી નામંજૂર કર્યો હતો.આ અંગેની હકીકત મુજબ, એકસીસ બેંક શીતલ પાર્ક બ્રાન્ચમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા પતિ પાર્થ રાઠોડે તેની પત્નીથી છૂટાછેડા મેળવવા ફેમિલી કોર્ટમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં પતિ દ્વારા પત્ની સામે આક્ષેપ કરવામાં આવ્યા હતા, તેમના ૨૦૦૯ની સાલથી શરૂ થયેલા સંયુક્ત કુટુંબના લમજીવન દરમિયાન બંને વચ્ચે મનદુઃખ થતા એકબીજા સામે આક્ષેપો કરવામાં આવેલા લગ્નજીવન બરોબર નહીં ચાલતા અંતે પતિએ પત્નીથી અલગ થવા છૂટાછેડાનો છવો કર્યો હોવાનું જણાવાયું હતું. આ સામે પત્ની દ્વારા પણ લમના પુનઃસ્થાપનનો હોવો કરવામાં આવેલ. આ કેસ ફેમિલી કોર્ટમાં ચાલતા બંને પક્ષો દ્વારા થયેલ દલીલો રજૂઆતો કરી હતી, તેમજ દાવો ચાલતા દરમ્યાન પાર્થ રાઠોડે અન્ય જયશ્રી રામસિંગ મોરી નામની મહિલા સાથે ગેરકાયદે લમ કરી લીધા હોવાનું અન્ય સાહેદોની જુબાની ઉપરથી કોર્ટના રેકોર્ડ ઉપર લાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત પતિ પાર્થના છૂટાછેડાના ઘવા સંદર્ભે ઉલટ તપાસમાં દાવા અરજી વિરુદ્ધની હકીકતો રેકર્ડ ઉપર આવી હતી. અને પતિએ અન્ય મહિલા સાથેના લમેત્તર સંબંધો છુપાવવા માટે ખોટા આક્ષેપો કર્યા હોવાનું પણ ફેમિલી કોર્ટના રેકર્ડ ઉપર લાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત પત્નીએ લગ બચાવવા સત્તાવાર રીતે સમાધાનના અનેક પ્રવાસો કર્યા હોવાનું પણ રેકર્ડ ઉપર આવ્યું હતું. આ સઘળી હકીકતો રજૂઆતો અને લીલો ધ્યાને લઈ ફેમિલી કોર્ટે પતિનો છુટાછેડાનો દાવો રદ કર્યો હતો. જ્યારે પત્નીએ કરેલ લત્ર પુનઃસ્થાપનનો થવો ૧૪ વર્ષ ઉપરાંતના સેપ્રેશન બાદ મંજૂર કર્યો હતો. આ કેસમાં પત્ની તરફે એડવોકેટ રાજેશ કે મહેતા ધવલ મહેતા ગૌરવ મહેતા હિતેશ મહેતા સુરેન્દ્રસિંહ જાડેજા વિગેરે એડવોકેટ તરીકે રોકાયા હતા.