BREAKING NEWS

જામનગર : આજથી ચાર દિવસ બેન્કો બંધ: કરોડોનું કલ્યિરીંગ ઠપ થશે

  • January 24, 2026 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાષ્ટ્રીયકૃત બેન્કોમાં ૫ દિવસનું અઠવાડીયુ કરવાની માંગણી સાથે બેંક કર્મચારીઓએ હવે હડતાલનું રણશીંગુ ફુકયુ છે અગાઉ અવારનવાર માંગણી કરવા છતા સરકારે આ પ્રશ્ર્નને નહી ઉકેલતા તા.૨૭ના રોજ બેંક હડતાલ રહેશે તેવી જાહેરાત કરી છે એટલું જ નહી સમાધાનનો માર્ગ ન નીકળે તો ૩ દિવસ રજા અને મંગળવારે હડતાલને કારણે કરોડો રૂપિયાનું કલ્યિરીંગ અટકશે જેથી વેપારીઓને પારાવાર મુશ્કેલીનલ સામનો કરવ પડશે.


બેંક કર્મચારી યુનિયન અને ઈન્ડિયન બેંક એસો. વચ્ચે સમજુતી થઇ હતી પરંતુ તેનો અમલ મોકુફ રાખવામાં આવ્યો છે  ચોથા શનિવાર, રવિવાર તથા સોમવારે તા.૨૬ જાન્યુ.ની રજા આવે અને મંગળવારે બેંક કર્મચારીઓએ હડતાલ જાહેર કરી છે સતત ચાર-ચાર દિવસ બેંક બંધ રહેવાને કારણે જામનગરના બ્રાસ વેપારીઓ અને અન્ય વેપારીઓના ચેકનુ કલ્યિુરીંગ થશે નહી એટલે કે ઓનલાઇન ડીઝીટલ વ્યવહારો થઇ ગયા હોવા છતા ચેક કલ્યિરીંગ રોક., જમા, ઉપાડ, આટીજીએસ સહિતની કામગીરી પ્રભાવિતિં થઇ શકે છે.


એવી પણ વાત બહાર આવી છે કે બપોર બાદ ફરી વખત બેંક કર્મચારી યુનિયન અને સરકાર વચ્ચે બેઠક થવાની છે જો તેમાં કાંઇ સમાધાન થાય તો જ હડતાલ નહી પડે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application