શહેરના મવડી વિસ્તારમાં રામધણ પાસે મીરાબાઈ ટાઉનશિપમાં રહેતી 23 વર્ષીય બ્યુટી પાર્લર સંચાલિકા યુવતીએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવતીએ કયાં કારણોસર આ પગલું ભરી લીધું તે અંગે તેના પરિવારજનો અજાણ હોય પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રામધણ પાસે મીરાબાઈ ટાઉનશિપ મવડી વિસ્તારમાં રહેતી બંસી પ્રવીણભાઈ સોલંકી (ઉ.વ. 23) નામની યુવતીએ અહીં મીરાબાઈ ટાઉનશિપમાં ફ્લેટ નંબર એ-ટુ 608 માં પોતાના ઘરે ગઈકાલ બપોરના અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ લીધો હતો. જે અંગેની જાણ પરિવારજનોને થતા યુવતીને બેભાન હાલતમાં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવતીને મૃત જાહેર કરી હતી.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, યુવતી એક ભાઈ એક બહેનના પરિવારમાં મોટી હતી અને ઘરે જ બ્યુટી પાર્લર ચડાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતી હતી. યુવતીએ કયાં કારણોસર આ પગલું ભરી લીધું તે અંગે પરિવારજનો અજાણ હોય આપઘાતનું કારણ જાણવા તાલુકા પોલીસ મથકના એસઆઈ દિનેશભાઈ જોષીએ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application