BREAKING NEWS

જામનગર : ‘જામ્યુકો’ ની ચુંટણી પહેલા સ્ટે. કમિટીની બે બેઠક અને જનરલ બોર્ડ મળે તેવી શકયતા

  • February 27, 2026 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર મહાપાલિકાની ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. તા.૧૧ના રોજ મહાપાલિકાના નગરસેવકોની મુદત પુરી થવાની છે ત્યારે સોમવાર તા.૨ના રોજ સ્ટે.કમીટી મળવાની શકયતા છે અને ત્યારબાદ વધુ એક સ્ટે.કમીટીની બેઠક મળશે બીજી તરફ જનરલ બોર્ડ પણ મળે તે અંગે આયોજન થઇ રહ્યું છે. આ અંગે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કેટલાક વિસ્તારના કામો બાકી છે તે મંજુર કરાવવા પણ નગરસેવકોમાં દોડાદોડી થઇ રહી છે. 


જાણવા મળતી માહિતી મુજબ સોમવાર તા.૨ના રોજ સ્ટે.કમીટીની બેઠક મળશે તેમાં કેટલાક કામોને આવરી લેવાશે. ત્યારબાદ લગભગ ૯ કે ૧૦ તારીખે વધુ એક બેઠક મળે તેવી પણ શકયતા છે. સુત્રોના જણાવ્યા અનુસાર ધુળેટી બાદ જનરલ બોર્ડની પણ એક બેઠક મળે તે રીતે પણ આયોજન થઇ રહ્યું છે જો કે હજુ તારીખ નકકી થઇ નથી.


મેયર વિનોદભાઇ ખીમસુર્યાએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ધુળેટી બાદ જનરલ બોર્ડની એક બેઠક બોલાવવા માટેનું આયોજન થઇ રહ્યું છે બીજી તરફ કેટલાક વિસ્તારોનાં અમુક કામો મહિનાઓથી પેન્ડીંગ છે તેને બે સ્ટેન્ડીંગ કમીટીની બેઠક મળનાર હોય તેમાં સમાવી લેવા પણ કેટલાક નગરસેવકો દોડાદોડી કરી રહ્યા છે. ચુંટણીની આચારસંહિતા પહેલા કેટલાક ખાતમુહુર્ત અને લોકાર્પણના કામો પણ ઝડપભેર શરૂ કરી દેવામાં આવશે આમ કોર્પોરેશનનાં રાજકારણમાં પણ સળવળાટ શરૂ થયેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application