ખેડૂત માલધારીઓ સહિત 150 ગ્રામજનો દ્વારા લડતના મંડાણ
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભેનકવડના લગભગ 150 જેટલા ગ્રામજનો દ્વારા ગૌચરની જમીન મુદદે પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરાયુ છે. ગ્રામજનોની વારંવાર રજુઆત છતા ગૌચરની જમીન ગ્રા.પં.ના ચોપડે નોંધ ના કરતા ગ્રામજનોએ લડત શરૂ કર્યાનુ જણાવાયુ છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના ભેનકવડ ગામના ગૌચર માટે સવા બસો એકરથી વધુ જમીન ફાળવવામાં આવી હતી. જે ગૌચર માટે નીમ કરાઇ હતી. જેથી ગામના પશુ પાલકો માલધારી પશુઓ ચરાવી શકે તથા ધંધા ચાલે પરંતુ આ પછી 1999માં જામનગર જિલ્લા કલેક્ટર(ત્યારે દ્વારકા જિલ્લો ન હતો) દ્વારા હુકમ કરીને આ ગૌચરની જમીન રદ (પરત લઇ લેવાતા) કરવામાં આવતા ગ્રામજનોએ તેની સામે હાઇકોર્ટમાં રીટ કરી હતી.
જેમાં હાઇકોર્ટ દ્વારા જિલ્લા કલેકટરનો હુકમ રદ કરીને આ જમીન ગૌચરની ચાલુ રાખવા જણાવેલ છતાં પણ ગૌચરની આ જમીનની એન્ટ્રી ના થતા ભેનકવડ ગામના 150 જેટલા ખેડૂતો માલધારીઓએ પ્રતીક ઉપવાસ આંદોલન શરૂ કરીને આ પ્રશ્ને ન્યાય મેળવવા માટે લડત શરૂ કરી છે.બીજી બાજુ ગૌચરની જમીનનો આ મુદદો હાલ ટોક ઓફ ઘી ટાઉન બન્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિરલબા જાડેજા સ્વસ્થ થતા પોલીસે ફરી હાથ ધરી પૂછપરછ
May 02, 2025 02:24 PM‘સાહેબ , અમે ઢેલનો મૃતદેહ શાક કરવા માટે લઈ જતા હતા!’
May 02, 2025 02:24 PMમજીવાણાનો યુવાન રાષ્ટ્રીયકક્ષાની બેડમીન્ટન સ્પર્ધામાં દાખવશે કૌવત
May 02, 2025 02:22 PMપોરબંદરમાં રોડમાં અડચણપ એવા ખાનગી નાના દેવસ્થાનનું મનપાએ કર્યુ ડિમોલીશન
May 02, 2025 02:20 PMપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં ૧૫૦૦થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ
May 02, 2025 02:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech