પોરબંદરમાં રાજ્યકક્ષાની ખેલ મહાકુંભની સ્પર્ધામાં જુડોની સ્પર્ધા યોજાઇ રહી છે તેમાં અત્યાર સુધી ૧૫૦૦થી વધુ સ્પર્ધકો જોડાયા છે અંડર -૧૭ની દ્વિ-દિવસીય સ્પર્ધામાં ૩૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર આયોજિત જિલ્લા વહીવટીતંત્ર, પોરબંદરના માર્ગદર્શન હેઠળ તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર પોરબંદર દ્વારા સંચાલિત રાજ્યકક્ષા ખેલ મહાકુંભ ૩.૦ જુડો અંડર-૧૭ ભાઇઓની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ, પોરબંદર ખાતે કરવામાં આવેલુ હતું જેમાં સ્પર્ધા દરમિયાન એ.એસ.પી. સાહિત્યા વી. (આઇ.પી.એસ.) ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં અંદાજે ૩૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ સ્પર્ધા અંતર્ગત વિવિધ વજનગૃપમાં ૪૦ ખેલાડીઓ વિજેતા થયેલ જેઓને મેડલ, ટ્રેકશુટ, પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ. તેમજ તેઓના રોકડ પુરસ્કાર પ્રથમ વિજેતાને ા. ૧૦,૦૦૦, દ્વિતીય વિજેતાને ા. ૭૦૦૦ અને તૃતીય વિજેતાને ા. ૫૦૦૦ તેઓના બેંક ખાતામા આર.ટી.જી.એસ. મારફત સરકાર દ્વારા ચુકવવામાં આવશે. તેમ જિલ્લા રમતગમત અધિકારી ડો. પ્રવીણાબેન પાંડાવદરાએ જણાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅરવલ્લી જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
June 17, 2025 11:19 AMઅમરેલી : સ્કૂલ બસ પાણીમાં ફસાય, લોકોનું કરાયું રેસ્ક્યૂ
June 17, 2025 11:18 AMપોરબંદરમાં સમયગૃપ દ્વારા રામધુન સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો
June 17, 2025 11:16 AMપોરબંદરના આર્ય સમાજ ખાતે શાંતિ હવન યોજાયો
June 17, 2025 11:15 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech