BREAKING NEWS

કપિલ શર્માના રેસ્ટોરન્ટમાં ગોળીબારના મામલે મોટી કાર્યવાહી, કેનેડામાં 2 આરોપીઓની ધરપકડ

  • November 07, 2026 09:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેનેડામાં જાણીતા કોમેડિયન અને અભિનેતા કપિલ શર્માના રેસ્ટોરન્ટમાં ગયા વર્ષે થયેલા ગોળીબારના સન્સનાટીભર્યા મામલે સ્થાનિક પોલીસે મોટી કાર્યવાહી કરતા 2 શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે અને તેમની સામે વિવિધ ગુનાઓ હેઠળ ચાર્જ દાખલ કર્યા છે.


ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબર 2025 ના રોજ કેનેડાના સરે સ્થિત કપિલ શર્માના રેસ્ટોરન્ટમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો. જુલાઈ માસમાં આ રેસ્ટોરન્ટ શરૂ થયા બાદ તેના પર ગોળીબાર થયો હોય તેવી આ સતત 3 જી ઘટના હતી.


ગોળીબાર મામલે 2 લોકોની ધરપકડ

રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલિસે શુક્રવારે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 22 વર્ષીય 2 શંકાસ્પદો પ્રદીપ સિંહ અને સવીર ખાનની 1 નવેમ્બરના રોજ ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ગોળીબારની ઘટનાઓ પાછળ ખંડણી (રંગદારી) ઉઘરાવવાનું મુખ્ય કારણ સામે આવ્યું છે.


પોલીસ પ્રવક્તાએ ઉમેર્યું કે, "16 ઓક્ટોબર 2025 ના રોજ પોલીસને 120 સ્ટ્રીટના 8400-બ્લોકમાં આવેલા એક કેફેમાં ફાયરીંગ થયું હોવાની માહિતી મળી હતી. તે સમયે રેસ્ટોરન્ટ બંધ હતું, પરંતુ અંદર 2 કર્મચારીઓ હાજર હતા, જેઓ આ ઘટનામાં આબાદ બચ્યા હતા."



આ સિવાય, 12 ઓક્ટોબરના રોજ સરે વિસ્તારમાં આવેલા એક મકાન પર થયેલા અન્ય એક ગોળીબાર મામલે પણ આ બંને આરોપીઓ સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાં 1 મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. પોલીસે બંને ઘટનાઓ સંદર્ભે આરોપીઓ સામે કાનૂની ગુના દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application