ટીમાણા ગામની સીધેશ્વર સ્કૂલ નજીક વળાંકમા બનાવ બન્યો
તળાજા પંથકમા કાળચક્ર ફરતું હોય તેમ ૨ કલાક મા અલગ અલગ બે અકસ્માત બન્યા હતા જેમાં બે યુવાનોના મૃત્યુ થયા હતા.
હબુકવડ ગામના પટેલ યુવાન બાઈક લઈને ટીમાણા ગામના વળાંક માંથી પસાર થતા હતા એજ સમયે સામેથી આવતા બોલેરો સાથે અકસ્માત સર્જાયો હતો જેમાં યુવાનનું મોત નીપજ્યું હતું.
તળાજા પંથકમાં વાહન અકસ્માત ને લઈ કંધોતર મોત ને ભેટી રહ્યા છે.હબુકવડ ગામના ખેડૂત પરિવાર ના કાકડીયા હરેશ વેલજીભાઈ (ઉ.વ.૩૫) બાઈક નં.જીજે૦૪-ડીજી-૯૨૭૧ ઉપર સવાર થઈને ટીમાણા નજીક સીધેશ્વર સ્કૂલ પાસેના વળાંક માંથી પસાર થઈ રહ્યા હતા.એજ સમયે સામેથી આવતા બોલેરો નં.જીજે ૩૨-ટી ૧૪૭૪ સાથે અકસ્માત થતા હરેશ કાકડીયા ને ગંભીર ઈજાઓ થતા દિહોર ૧૦૮ દ્વારા તળાજા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ હતા.બોલેરો ચાલક હબુકવડ ગામના દિલુભાઈ કેશુભાઈ મોભ ની માલિકી નો હોવાનું અને દિલુભાઈ ને અગાઉ પણ એક અકસ્માત થયેલ હોવાનું અહીંથી જાણવા મળ્યું હતું. મૃતક નો દીકરો સુરત જ્યારે દીકરી અમરેલી ખાતે અભ્યાસ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવીમા ઉદ્યોગમાં હાહાકાર: અમદાવાદ પ્લેન ક્રેશનો 4000 કરોડનો દાવો, અત્યાર સુધીનો સૌથી મોટો
June 16, 2025 11:40 PMઅમરેલી જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે બચાવ કામગીરી: 24 નાગરિકોને રેસ્ક્યુ કરાયા...જુઓ વીડિયો
June 16, 2025 11:15 PMગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech