BREAKING NEWS

વેરાવળમાં બાઈક ચાલકે રાહદારી વૃધ્ધને હડફેટે લેતાં મોત નીપજયું

  • May 27, 2026 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ વેરાવળમાં ઘરેથી ચીજવસ્તુઓ લેવા નીકળેલા રાહદારી વૃધ્ધને બાઇકના ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજા થવાથી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા યાં ચાલુ સારવાર દરમિયાન દમ તોડી દેતા પરિવારમાં શોક છવાયો છે. બનાવની પ્રા વિગત મુજબ ગીર સોમનાથના વેરાવળમાં હત્પડકો સોસાયટીમાં રહેતા કાનજીભાઈ રામજીભાઈ પરમાર (ઉ.વ.૭૫)ના વૃધ્ધ ગઈકાલે બપોરે બારેક વાગ્યે બજારમાંથી ઘર તરફ પગપાળા જઈ રહ્યા હતા ત્યારે મોચી નગર પ્રકાશ બેકરી પાસે પહોંચતા સામેથી પુરપાટ ઝડપે આવતા બાઇકના ચાલકે વૃધ્ધને ઠોકર મારતા રોડ પર પટકાયા હતા. અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પરિવારને જાણ કરતા તાકીદે પ્રથમ વેરાવળ સરકારી હોસ્પિટલ બાદ કોડીનાર અંબુજા હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી રાજકોટ સિવિલમાં રીફર કરવામાં આવતા આજે વહેલી સવારે દમ તોડી દીધો હતો.મૃત્યુ પામનર કાનજીભાઈ નિવૃત જીવન જીવતા હતા. ત્રણ ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા અને સંતાનમાં બે દીકરા અને ત્રણ દીકરી છે. ગઈકાલે તબિયત નરમ ગરમ હોવાથી દવા લેવા માટે ગયા હતા ત્યાંથી નીકળી રસ્તામાં શકભાજી લઈ ઘર તરફ જતા હતા ત્યારે બનાવ બન્યો હતો. બનાવ અંગે વેરાવળ પોલીસે અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application