એફએમસીજી ઉત્પાદનોમાં ગ્રાહકોને જીએસટી લાભો આપવામાં કેટલીક ખામીઓ બહાર આવી છે, જેના કારણે કંપનીઓ અને ડિસ્ટ્રિબ્યૂટર પેક સાથેની સમસ્યાઓ માટે એકબીજાને દોષી ઠેરવી રહ્યા છે, જ્યારે સરકાર ભૂલ કરતી કંપનીઓ અને ડિસ્ટ્રિબ્યૂટર પાર્ટનર સામે કાર્યવાહી કરવાની યોજના બનાવી રહી છે. કેટલીક કંપનીઓએ કહ્યું કે ભૂલો અને વિલંબ ડિસ્ટ્રિબ્યૂટના પક્ષે છે, ત્યારે ડિસ્ટ્રિબ્યૂટરોએ આરોપ લગાવ્યો છે કે કેટલીક કંપનીઓએ ચોક્કસ પેકના મૂળ ભાવમાં પસંદગીપૂર્વક વધારો કર્યો છે.
ડિસ્ટ્રિબ્યૂટર ફક્ત કંપનીઓના પક્ષે સિસ્ટમમાં જે દેખાય છે તે જ પાસ કરી શકે છે, એક મોટી ડિસ્ટ્રિબ્યૂટર સંસ્થાના વડાએ નામ ન આપવાની શરતે જણાવ્યું. કેટલીક મોટી બ્રાન્ડ્સે તેમના કેટલાક પેકના મૂળ ભાવમાં વધારો કર્યો છે, જે કિંમતોમાં ઘટાડો કરતું નથી.
ઉદ્યોગ અને વેપાર અધિકારીઓએ જણાવ્યું હતું કે, ખાસ કરીને 20 રૂપિયા અને તેનાથી નીચેના પેકમાં આ ખામીઓ સામે આવી રહી છે. સરકારી અધિકારીઓએ જણાવ્યું હતું કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સ (સીબીઆઈસી) બ્રાન્ડ્સ અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ્સ સામે કાર્યવાહી શરૂ કરી શકે છે જ્યાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી ) દર ઘટાડા પછી મૂળ ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, કાયદામાં કાર્યવાહી શરૂ કરવા માટે પૂરતી જોગવાઈ છે.
એચયુએલ, કોલગેટ-પામોલીવ, હિમાલયા વેલનેસ અને પરફેક્ટ વેન મેલે જેવી એફએમસીજી કંપનીઓના એક્ઝિક્યુટિવ્સે જણાવ્યું હતું કે બધા લાભ ગ્રાહકોને આપવામાં આવી રહ્યા છે અને કહ્યું કે નવા પેક અને કિંમતના સંદર્ભમાં કોઈપણ તફાવત ક્ષણિક છે. લગભગ બધી મોટી એફએમસીજી કંપનીઓએ ઘટાડેલા ભાવે ઉત્પાદિત સ્ટોકના નવા ભાવોની જાહેરાત કરતી જાહેરાતો બહાર પાડી છે. મર્યાદિત સમયગાળા માટે, જૂના અને નવા બંને એમઆરપી સાથેના ઉત્પાદનો બજારમાં ઉપલબ્ધ હોઈ શકે છે, અને ગ્રાહકોને ખરીદી કરતા પહેલા સુધારેલા એમઆરપી માટે પૂછવાની સલાહ આપવામાં આવે છે. ભારતની સૌથી મોટી ગ્રાહક માલ કંપની હિન્દુસ્તાન યુનિલિવરના પ્રવક્તાએ જણાવ્યું હતું. જીએસટી દર ઘટાડાના લાભો અંતિમ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે વેપાર ભાગીદારોને જાણ કરવામાં આવી છે.