કચ્છમાં ભારત-પાકિસ્તાન સરહદ પર ખાવડા પાસે ધ્રોબાણા ગામમાં આકાશમાં એક શંકાસ્પદ ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. આ શંકાસ્પદ ડ્રોન ઊડતા ઊડતા હાઈ ટેન્શન પાવર લાઈન સાથે અથડાતા વિસ્ફોટ થયો હતો. આ ઘટના સવારે 6 વાગ્યા પહેલા બની હોવાનું બહાર આવ્યું છે. આ અંગે સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે અને વાયુસેના તપાસ કરી રહી છે. જોકે આ બનાવમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
જોકે આ શંકાસ્પદ ડ્રોન સરહદ પારથી આવી છે કે નહીં તે અંગે કોઈ પુષ્ટિ થઈ નથી.
મળતી માહિતી મુજબ, ભુજના દુર્ગમ ખાવડાના સરહદી કોટડા ગામ નજીક આવેલા પ્રતિબંધિત વિસ્તારમાં આજે વહેલી સવારે શંકાસ્પદ ડ્રોન ધ્યાનમાં આવતાં સુરક્ષા દળ અને વિવિધ એજન્સીઓ સતર્ક બની છે. આ મામલે સઘન તપાસ કામગીરી હાથ ધરી છે.
આ તપાસમાં બીએસએફ પણ જોડાયું
આ મામલે પશ્ચિમ કચ્છ એસપીએ આ ઘટનાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, ખાવડા નજીક કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવતાં પોલીસ તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને એનો કબજો એરફોર્સ વિભાગને સોંપવામાં આવ્યો છે. આ અંગે આગળની તપાસ એરફોર્સ દ્વારા હાથ ધરવામાં આવી છે. આ તપાસમાં બીએસએફ પણ જોડાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech