BREAKING NEWS

ગીર સોમનાથ જિલ્લામાં તા.૨૬થી ચાર કેન્દ્રોમાં ૩૦ હજાર જેટલા વિધાર્થીઓની બોર્ડ પરીક્ષા

  • February 13, 2026 09:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૧૮ માર્ચ સુધી ચાલનારી પરીક્ષાઓ સંદર્ભે કલેકટર દ્રારા સમીક્ષા બેઠક યોજાઈ: વિધાર્થીને પોલીસ પરીક્ષા સ્થળે પહોંચાડશે


ગીર સોમનાથ જિલ્લ ામાં તા.૨૬૦૨૨૦૨૬ થી તા.૧૮૦૩૨૦૨૬ દરમિયાન ધોરણ–૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓ યોજાશે. પરીક્ષાઓ શાંતિમય અને તણાવમુકત વાતાવરણમાં સંપન્ન થાય એ સંદર્ભે ઈણાજ ખાતે કલેકટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને ગીર સોમનાથ જિલ્લ ા પરીક્ષા સમિતીના સભ્યો સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
કલેકટરશ્રીએ બોર્ડની પરીક્ષાઓ દરમિયાન સંવેદનશીલ પરીક્ષા કેન્દ્રો પર પૂરતા પોલીસ બંદોબસ્ત અને વિધાર્થીઓ નિર્ભિક રીતે પરીક્ષા આપી શકે તેમજ તાલુકા–ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા સહિતની વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવા જણાવ્યું હતું.આ સાથે જ પરીક્ષા દરમિયાન સતત વીજ પૂરવઠો જળવાય, સી.સી.ટી.વીનું સતત મોનિટરિંગ, આરોગ્ય વિભાગ દ્રારા વિશેષ લય આપી અને મેડિકલ ટીમ તેમજ વિધાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવામાં કોઈ અગવડતા ન પડે તેવી તૈયારીઓ સાથે સુચા રીતે પરીક્ષા સંપન્ન થાય એ સુનિશ્ચિત કરવા ઉપસ્થિત સર્વે અધિકારીઓને જણાવ્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરિચાએ બોર્ડ પરીક્ષા સંદર્ભે થયેલી તૈયારીઓની પરેખા આપતા જણાવ્યું હતું કે, તા.૨૬૦૨૨૦૨૬ થી તા. ૧૮૦૩૨૦૨૬ દરમિયાન વેરાવળ અને ઉના ઝોનમાં ૬૫૨ બ્લોકમાં એસ.એસ.સી. ની પરીક્ષાઓ યોજાશે. જેમાં ૧૮,૩૫૫ વિધાર્થીઓ ઉપસ્થિત રહેશે. યારે સામાન્ય પ્રવાહમાં ૩૩૯ બ્લોકમાં ૯,૬૭૨ વિધાર્થીઓ અને વિજ્ઞાન પ્રવાહમાં  ૯૦ બ્લોકમાં ૧,૪૮૪ વિધાર્થીઓ ઉપસ્થિત રહેશે.આમ, ગીર સોમનાથ જિલ્લ ામાં ધોરણ–૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૪૯ કેન્દ્રો ખાતે ૧૦૮૧ બ્લોકમાં કુલ–૨૯,૫૧૧ વિધાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે.
આ બેઠક દરમિયાન નાયબ જિલ્લ ા પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર, જિલ્લ ા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ સહિત પી.જી.વી.સી.એલ, આરોગ્ય વિભાગ સહિત પરીક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા તમામ અધિકારીઓ અને જિલ્લ ા પરીક્ષા સમિતીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application