સુરેન્દ્રનગરના મુસ્લિમ યુવક અને હિન્દૂ યુવતીની લાશ દુધરેજ નજીક પમ્પીંગ સ્ટેશનમાંથી મળી આવતા વિસ્તારમાં ચકચાર જાગી છે, ઘટનાની જાણ થતા સુરેન્દ્રનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી છે, યુવક અને યુવતી બંને ચારેક દિવસથી ઘરેથી નીકળી ગયા હતા જે બાદ ગઈકાલે લાશ મળી આવતા પોલીસે આપઘાતની આશંકા વ્યક્તિ કરી છે.
બનાવની જાણ થતા સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી
બનાવની પ્રાપ્ત વિગત મુજબ સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ નજીક રહેતો સાહિલ અલ્લાઉદીન માણેક (ઉ.વ.22) અને ગામમાં જ રહેતી ગુડ્ડી મકવાણા (ઉ.વ.20)ની તરતી હાલતમાં લાશ દુધરેજ નજીક આવેલા પમ્પીંગ સ્ટેશનમાથી મળી આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતા સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્થળ પર પહોંચી બન્નેની ઓળખ મેળવી પરિવારને જાણ કરતા બંનેના પરિવારજનો દોડી ગયા હતા. ફાયર બ્રિગ્રેડની મદદથી બંનેના મૃતદેહને બહાર કાઢી મોતનું કારણ જાણવું ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા ખસેડી પોલીસે તપાસ હાથ ધરી હતી.
અમારા પુત્રની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી
પોલીસની બંનેના પરિવારની પ્રાથમિક પુછપરછમાં સાહિલ તા.2ન ઘરેથી સાંજે નીકળી ગયા બાદ મોડે સુધી પરત ન આવત ફોન કર્યો હતો પરંતુ ફોન સ્વિચ ઓફ આવતો હતો. જે બાદ ગુડ્ડી મકવાણાના ઘરના સભ્યો અમારી ઘરે આવ્યા હતા અને સાહિલ અમારી દીકરીને ભગાડી ગયો હોવાનું કહ્યું હતું. બંનેની શોધખોળ દરમિયાન ચાર દિવસ બાદ બંનેની લાશ દુધરેજ પમ્પીંગ સ્ટેશનમાંથી મળી હોવાનું જાણવા મળતા અમે અહીં પહોંચ્યા હતા. અમારા પુત્રની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. અગાઉ સાહિલએ જાનવી કોળી નામની યુવતી સાથે મૈત્રી કરાર કર્યા હતા અને તે સાથે રહેતી હતી. ત્યારે અન્ય યુવતી સાથે લાશ મળી આવતા અજુગતું બન્યાનું પોલીસને જણાવ્યું હતું. બનાવના પગલે બંને પરિવારમાં શોક છવાયો છે. પોલીસે ઘટનાને આત્મહત્યા હોવાની આશઁકા જણાવી તપાસ યથાવત રાખી છે.