જામનગર-રાજકોટ હાઈવે પર આવેલી ધ્રોલની બાવની નદીમાં આજે સવારે એક યુવકનો મૃતદેહ તરતો જોવા મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસે અને ફાયર બ્રિગેડે દોડી આવીને મૃતદેહને બહાર કાઢ્યો હતો.
પ્રાથમિક વિગતો અનુસાર શનિવારે સવારના સમયે સ્થાનિક લોકોએ બાવની નદીમાં એક યુવાનનો મૃતદેહ પાણીમાં તણાતો જોયો હતો. આ બનાવની જાણ તુરંત જ ફાયર બ્રિગેડે અને પોલીસને કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો.
પોલીસે કરેલી તપાસમાં મૃતક યુવાનની ઓળખ ધ્રોલ તાલુકાના રોજીયા ગામના સુનિલ વિક્રમભાઈ ડાંગર (ઉ.વ.૨૪) તરીકે થઈ છે. પ્રાથમિક તારણ મુજબ, યુવાને નદીમાં કૂદીને આપઘાત કર્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ (પી. એમ.) માટે ધ્રોલ સરકારી હોસ્પીટલ ખાતે પી એમ મોકલી આપ્યો છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છ