રાજકોટના નવાગામમાં રંગીલા સોસાયટીમાં રહેતી નવોઢાની લાશ ઘરે સેટી ઉપરથી મળી આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બનાવની જાણ ચોટીલા રહેતા માવતરને કરવામાં આવતા માવતર પક્ષના લોકો પણ તાકીદે પહોંચી ગયા હતા, ત્યાં પંખામાં સાડી બાંધેલી અને દીકરીનો મૃતદેહ સેટી ઉપર પડેલો જોવા મળ્યો હતો. દીકરીના મૃત્યુ પહેલાના બે કલાક અગાઉ ફોનમાં બંને વચ્ચે ઝગડો થયો હતો અને જમાઈએ તમારી દીકરીને લઇ જાવ છો કે, હું મૂકી જાવ એવું કહયું હતું. જે બાદ આ સમાચાર મળતા જમાઈએ જ દીકરીને ફાંસો આપી મારી નાખ્યાનો આક્ષેપ કરતા બનાવ આપઘાતનો છે કે હત્યાનો જાણવા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ કુવાડવા રોડ પર નવાગામમાં રંગીલા સોસાયટીમા રહેતી સંગીતાબેન ચતુરભાઈ મેર (ઉ.વ.24)ની નવોઢાની લાશ રાત્રીના ઘરેથી મળી આવી હતી. પત્નીએ ફાંસો ખાઈ લીધો હોવાની જાણ પતિ ચુતરભાઈએ પોલીસને અને ચોટીલાના લાખ ચોકીયા રહેતા સાળાને કર્યા બાદ પોતે ગુમ થયો હતો. બનાવની જાણ થતા કુવાડવા પોલીસ દોડી ગઈ હતી અને જરૂરી કાર્યવાહી કરી હતી. દરમિયાન માવતર પક્ષના લોકો પણ ઘરે રે પહોંચી ગયા હતા અને ત્યાં જઈને જોતાપંખામાં સાડી બાંધેલી હતી અને દીકરીનો મૃતદેહ સેટી ઉપર નિષ્પ્રાણ જોવા મળ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી હતી.
નવોઢાના લગ્ન થયાને સાત મહિના જેટલો સમય થયો હતો. માવતર ચોટીલાના લાખ ચોકીયા ગામે રહે છે, પતિ ચતુર ચાંદી કામની મજૂરી કરે છે.
બનાવ અંગે નવોઢાના ભાઈ મહેશભાઈએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, બનાવ બન્યો એની કલાકો પહેલા જ બહેનનો ફોન આવ્યો હતો અને બંને વચ્ચે ઝગડો ચાલતો હતો. બહેને કહ્યું હતું કે, પતિના રાત્રે કોઈ સાથે ફોનમાં મેસેજ કરતા હતા અગાઉ આ નંબર મેં બ્લોક કરી દીધો હતો છતાં ફરીથી અનબ્લોક કરી વાતચીત શરૂ કરી દીધી હતી. ફોન સ્પીકરમાં હોવાથી જમાઈએ પણ એવું કહ્યું હતું કે, એ રાત્રે બે વાગ્યે પણ ફોન કે મેસેજ કરે તો પણ મારે જવાબ દેવો પડે અને જવું પડે, એ વાત થઇ ગયા પછી થોડીવાર બાદ ફરીથી જમાઈનો ફોન આવ્યો હતો અને કહ્યું કે, તમે તમારીદીકરીને તેડી જાવ છો કે, હું મૂકી જાવ ? એવી વાત કર્યાની કલાકમાં જ બનાવ બની ગયાનું જાણવા મળ્યું હતું. આથી મારી બહેનને ગળેફાંસો આપી મારી નાખી હોવાનો આક્ષેપ કરતા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે, જેના રિપોર્ટ બાદ તથ્ય સામે આવી શકે છે. કુવાડવા પોલીસે તપાસ યથાવત રાખી છે.