BREAKING NEWS

જામનગરમાં પકડાયેલ બોગસ બિલીંગ કૌભાંડ રાજયવ્યાપી હોવાનો ધડાકો

  • December 02, 2025 07:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ડાયરેકટરેટ જનરલ ઓફ જીએસટી ઇન્ટેલીજીન્સ એટલે કે ડીજીજીઆઇ દ્વારા જામનગરમાંથી પકડવામાં આવેલ જીએસટીના બોગસ બિલીંગ કૌભાંડનો વ્યાપ ખુબજ મોટો હોવાનું અને રાજયવ્યાપી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે, આટલું જ નહીં આ બોગસ બિલીંગ કૌભાંડના તાર મહારાષ્ટ્ર સુધી જોડાયા હોવાનું ટાઇમ્સ ઓફ ઇન્ડીયા દ્વારા તેના ડીજીટલ પ્લેટફોર્મ પર આપવામાં આવેલી વિગો પરથી સામે આવતા ભારે ચર્ચા જાગી છે, અત્રે નોંધનીય છે કે આ કૌભાંડમાં જામનગરથી જયદીપ વિરાણી નામના ઉદ્યોગકારની ધરપકડ કરવામાં આવી છે.


ડીજીજીઆઇ બોગસ બિલીંગ કૌભાંડના આ મહાકાય નેટવર્ક સુધી કેવી રીતે પહોંચ્યુ તેની કેટલીક રસપ્રદ વિગતો સામે આવી છે, સૌ પ્રથમ અમદાવાદમાં એએચ એન્જીનીયરીંગ વર્કસના આલમ પઠાણ અને તેના સહયોગી ઇકરામ ખાનની સંયુકત પેઢીમાંથી ૫૫૦ કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ પકડવામાં આવ્યુ હતું, વાસ્વમાં રૂ. ૪૫ કરોડના બદલે રૂ ૮.૮૬ કરોડના બોગસ બીલ બનાવવા મામલે ડીજીજીઆઇ દ્વારા તા. ૨૭ નવેમ્બરના રોજ આલમ પઠાણની ધરપકડ કરવામાં આવી હતી અને આ બોગસ બીલીંગ કૌભાંડ સંદર્ભે મુંબઇ, ચંદ્રપુર, અમદાવાદ તેમજ ભાવનગરમાં તપાસ કરવામાં આવી હતી, આટલું જ નહીં અમદાવાદના અનુસંધાને રાજકોટ તેમજ મહારાષ્ટ્ર સુધી પણ તપાસ થઇ હતી.


અહીંથી ડીજીજીઆઇને એક નવી લીંક મળી હતી અને તપાસના કેમેરા જુનાગઢ તરફ વળ્યા હતા ત્યાં ભારત સેનેટરી ફીટીંગ નામની પેઢી પર ડીજીજીઆઇએ ધોંસ બોલાવીને હાર્દિક રાવલની ધરપકડ કરી હતી કારણ કે આ પેઢીના માલિકે ૪૭ બોગસ પેઢી ઉભી કરી હતી અને રૂ.૨૮.૦૨ કરોડના બીલના બદલે રૂ. ૧૧૪.૫૭ કરોડના બોગસ બીલ બનાવ્યા હોવાનું સામે આવ્યુ હતું, ત્યાંથી જ કહેવાય છે કે જામનગરના બ્રાસ ઉધોગમાં બોગસ બીલીંગ કૌભાંડની ગંધ ડીજીજીઆઇને આવી હતી અને આ પછી જામનગર ખાતે પટેલ ક્રાફટ એલેઅલપી પર દરોડાની ધોસ બોલી હતી.


તા. ૨૮ નવેમ્બરના રોજ ડીજીજીઆઇ દ્વારા પટેલ ક્રાફટના ભાગીદાર જયદીપ વિરાણીની ધરપકડ કરવામાં આવી હતી કારણ કે આ ઉધોગપતી દ્વારા ૪૦ બોગસ પેઢી ઉભી કરીને રૂ. ૨૨ કરોડના બદલે રૂ. ૧૨૧ કરોડના બોગસ બીલ બનાવવામાં આવ્યા હતા જેની વિગતો અપાઇ ચુકી છે, આ પેઢી સ્ક્રેપ, બ્રાસ, સ્ટેનલેસ અને સ્ટીલ પ્રોડકટસ સાથે જોડાયેલી છે, આમ જામનગર આવતા પુર્વે ડીજીજીઆઇને બોગસ બીલીંગનું એક આખેઆખુ આંતર રાજય નેટવર્ક પકડવામાં સફળતા મળી હતી.
​​​​​​​

સુત્રોમાંથી જાણવા મળ્યું છે કે સીજીએસટીની કલમ ૧૩૨ હેઠળ ૫ કરોડથી વધુના બોગસ બીલીંગ કૌભાંડ માટે પાંચ વર્ષની સજાની જોગવાઇ છે અને આ અપરાક બીનજામીન લાયક માનવામાં આવે છે, આમ ડીજીજીઆઇને એક મોટા બોગસ બીલીંગ કૌભાંડનો પડદો ઉંચકવામાં સફળા મળી છે અને આ તપાસ દરમ્યાન હજુ પણ કેટલાક મોટા ગજાના બોગસ બીલીંગ કૌભાંડ આચરનારા સાણસામાં સપડાશે એવું માનવામાં આવે છે, દરોડાઓના પગલે જામનગરના ઉધોગ જગતમાં ભારે ચર્ચા જાગી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application