\રાજકોટ-અમદાવાદ હાઇવે પર બામણબોર અને ગુંદાળા ગામ વચ્ચે બોલેરોએ બાઈકને ઠોકર મારતા ફંગોળાયેલા બાઈક ચાલકનું ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું છે. ચોટીલાના 40 વર્ષીય યુવક બાઈક લઈને રાજકોટ આવતા હતા ત્યારે પાછળથી આવતી બોલેરોનું ટાયર ફાટતા ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા આગળ જતી બાઇકને ઠોકર મારતા બનાવ બન્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ ચોટીલામાં આણંદપર રોડ પર રહેતા પંકજભાઈ મોહનભી ગોહેલ (ઉ.વ.40)ના બપોરે ચારેક વાગ્યે પોતાનું મોટર સાઇકલ લઈ ચોટીલાથી રાજકોટ આવતા હતા ત્યારે બામણબોર ચેક પોસ્ટથી ગુંદાળા ગામ પાસે પહોંચતા પાછળથી આવતી બોલેરો કારનું એકાએક ટાયર ફાટતા ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા આગળ જતી મોટર સાઈકલ સાથે અથડાતા પંકજભાઈ મોટર સાઈકલ સમેત પટકાતા માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવના પગલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે એરપોર્ટ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી કાર્યવાહી કરી હતી.
મૃતક યુવાન ત્રણ ભાઈ બે બહેનમાં બીજા નંબરે હતા અને છૂટક મજૂરી કામ કરી એકલા રહેતા હતા. કોઈ કામ સબબ ચોટીલાથી રાજકોટ આવતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. આગળની કાર્યવાહી એરપોર્ટ પોલીસે હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application