BREAKING NEWS

બોબી દેઓલના આગમનથી રંગીલું રાજકોટ ગુંજી ઉઠ્યું: ચાહકોની ઉમટી ભીડ, એક્ટરે કહ્યું- મજા આવે છે રાજકોટિયન્સને મળીને

  • December 23, 2025 06:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


બોલીવૂડના જાણીતા અભિનેતા બોબી દેઓલ આજે રાજકોટના મહેમાન બન્યા હતા. તેમની રાજકોટ મુલાકાત દરમિયાન શહેરમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. બોબી દેઓલ 150 ફૂટ રિંગ રોડ અને યાજ્ઞિક રોડ પર આવેલા પ્રસિદ્ધ કલ્યાણ જ્વેલર્સની ખાસ મુલાકાતે આવ્યા હતા. તેમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા. ચાહકોમાં ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. લોકો બોબી દેઓલ સાથે ફોટા ખેંચાવવા અને તેમનું અભિવાદન કરવા આતુર બન્યા હતા.


બોબી દેઓલે ચાહકોનું આત્મીયતાથી અભિવાદન ઝીલ્યું

બોબી દેઓલે પણ પોતાના ચાહકોનું આત્મીયતાથી અભિવાદન ઝીલ્યું હતું અને હાથ હલાવીને તથા સ્મિત સાથે લોકોનો પ્રેમ સ્વીકાર્યો હતો. સુરક્ષા વ્યવસ્થાની વચ્ચે પણ ચાહકોનો ઉત્સાહ કાબૂમાં રાખવો મુશ્કેલ બન્યો હતો. બોબી દેઓલની હાજરીને કારણે કલ્યાણ જ્વેલર્સ ખાતે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો.


તમને બધાને જોઈને હું ખૂબ જ ખુશ થયો

આ મુલાકાત દરમિયાન બોબી દેઓલે રાજકોટના લોકો પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “રાજકોટના લોકોને મળીને ખૂબ જ મજા આવે છે. રાજકોટના લોકો બહુ જ પ્રેમ કરે છે. ઘણા વર્ષો પહેલા હું મારા પપ્પા ધર્મેન્દ્રજી અને ભાઈ સાથે રાજકોટ આવ્યો હતો, ત્યારે પણ તમે બધાએ બહુ પ્રેમ આપ્યો હતો. આજે પણ લોકો એટલો જ પ્રેમ આપી રહ્યા છે. તમને બધાને જોઈને હું ખૂબ જ ખુશ થયો છું.”


કેમ છો બધા? મજામાં ને?

બોબી દેઓલે ચાહકો ગુજરાતીમાં પણ કરી હતી. તેમણે કહ્યું હતું, “કેમ છો બધા? મજામાં ને?” જેના જવાબમાં ચાહકો દ્વારા ઉલ્લાસભર્યો પ્રતિસાદ મળ્યો હતો. તેમની આગામી ફિલ્મ અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે ‘એનિમલ ટુ’ પણ આવશે, પરંતુ હાલ તો તેઓ જ્વેલરી ખરીદવા આવ્યા છે. બોબી દેઓલની આ રાજકોટ મુલાકાત શહેર માટે યાદગાર બની રહી હતી. ચાહકો માટે તેમના મનપસંદ અભિનેતાને નજીકથી જોવા અને મળવાનો અવસર ખાસ આનંદદાયક રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application