BREAKING NEWS

બોલીવૂડ સિંગર સચેત અને પરંપરાએ રાજકોટમાં જલ્સો કર્યો, જલેબી, ગાંઠિયા, થેપલાની માણી લિજ્જત

  • November 19, 2025 01:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાપાલિકાની સ્થાપનાની 52મી વર્ષગાંઠની ઉજવણી નિમિતે આજે રાત્રે આઠ વાગ્યે બોલિવૂડના સુપ્રસિદ્ધ સિંગર સચેત ટંડન અને પરંપરા ઠાકુરની મ્યુઝિકલ નાઇટ યોજાશે. જેને લઈને આ કપલ રાજકોટની મહેમાન નવાજી પણ માણી રહ્યું છે. તેમજ આ કપલે રાજકોટમાં જલેબી, ગાંઠિયા, થેપલાની લિજ્જત પણ માણી હતી. 


ગુજરાતી લોકો અમને ખૂબ જ પસંદ છે

સચેતે જણાવ્યું હતું કે, આજે સવારે અમે ગુજરાતી હાંડવા, ગાંઠિયા, જલેબી અને થેપલાનો સ્વાદ માણ્યો હતો. અમારી ટીમ ગુજરાતી છે તો તેઓએ જ કહ્યું હતું કે, ગુજરાતી વ્યંજનનો સ્વાદ જરૂર લેજો. જ્યારે પરંપરાએ જણાવ્યું હતું કે, ગુજરાતી લોકો અમને ખૂબ જ પસંદ છે. અહીંની વાનગીઓમાં મીઠાસ છે તેમ લોકોની બોલી પણ મીઠી છે. 

બોલિવુડ સિંગર સચેત અને પરંપરા પ્રસ્‍તુત મ્યુઝિકલ નાઇટ સાથે વિવિધ ક્ષેત્રમાં મહત્‍વપૂર્ણ યોગદાન આપનાર મહાનુભાવોને પ્રતિષ્‍ઠિત મેયર એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવશે તેમજ સ્વચ્છ-હરિયાળું-રંગીલું રાજકોટ દિવાળી ઉત્સવ રંગોળી સ્પર્ધાના વિજેતાઓને ઈનામ વિતરણ પણ આ કાર્યક્રમ અંતર્ગત થશે. કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, પ્રોટોકોલ કેબિનેટ મંત્રી તથા રાજકોટ શહેરના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે કરવામાં આવશે. કાર્યક્રમના અનુસંધાને રાજકોટ મહાપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. સર્વે રાજકોટવાસીઓને મ્યુઝિકલ નાઇટ માણવા માટે ઉમટી પડવા ભાવભર્યું જાહેર આમંત્રણ અપાયું છે.


સચેત અને પરંપરા આ ગીતો ગાશે

(૧) જા રાંઝણ રાંઝણ (દો પતિ),

(૨) હમસફર (સૈયારા),

(૩) બેખયાલી (કબીર સિંઘ),

(૪) મેરે સોણીયા (કબીર સિંઘ)

(૫) શિવ તાંડવ (આલ્બમ)

(૬) રામ સિયા રામ (આદિપુરુષ)

(૭) ઓ માઇયા મેનુ યાદ આવે (જી),

(૮) મલંગ સજના (આલ્બમ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News