એરલાઇન્સને બોમ્બની ધમકીઓ મળતી રહે છે. આજે ફરી એકવાર 10 અલગ-અલગ ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળી હતી, જે બાદ એવિએશન સેક્ટરમાં ખળભળાટ મચી ગયો હતો. જેમાંથી પાંચ ફ્લાઈટ ઈન્ડિગોની છે અને પાંચ ફ્લાઈટ આકાસા એરલાઈન્સની છે. સોમવારથી અત્યાર સુધીમાં ભારતીય એરલાઈન્સ દ્વારા સંચાલિત લગભગ 70 ફ્લાઈટને બોમ્બની ધમકીઓ મળી હતી, જોકે બાદમાં આ બધી ખોટી સાબિત થઈ હતી. જેના કારણે ફ્લાઈટ્સના રૂટ બદલવા પડ્યા અને તેમના સમયમાં ફેરફાર કરવો પડ્યો.ઈન્ડિગોએ તેની બે ફ્લાઈટને લઈને નિવેદન જાહેર કર્યું છે. ઈન્ડિગોએ એક નિવેદનમાં કહ્યું કે, ’અમે મુંબઈથી ઈસ્તાંબુલ જતી ફ્લાઈટ 6-ઈ 17 સંબંધિત પરિસ્થિતિથી વાકેફ છીએ. અમારા મુસાફરો અને ક્રૂની સલામતી અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને અમે સંબંધિત અધિકારીઓ સાથે નજીકથી કામ કરી રહ્યા છીએ અને માર્ગદર્શિકા અનુસાર તમામ જરૂરી સાવચેતીઓ લઈ રહ્યા છીએ.
અન્ય એક નિવેદનમાં ઈન્ડિગોએ કહ્યું કે, અમે દિલ્હીથી ઈસ્તાંબુલ જતી ફ્લાઈટ 6-ઈ 11 સંબંધિત પરિસ્થિતિથી વાકેફ છીએ. અમારા મુસાફરો અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે તમામ જરૂરી સાવચેતીઓ લઈ રહ્યા છીએ.નાગરિક ઉડ્ડયન મંત્રાલય એરલાઇન્સ દ્વારા બોમ્બની ખોટી ધમકીઓની ઘટનાઓને રોકવા માટે ગુનેગારોને ’નો-ફ્લાય’ લિસ્ટમાં મૂકવા સહિતના કડક નિયમો લાગુ કરવાની યોજના બનાવી રહી છે. આ યાદીનો હેતુ બેકાબૂ મુસાફરોને ઓળખવાનો અને તેમને પ્લેનમાં ચઢવા પર પ્રતિબંધ મૂકવાનો છે.
ધમકીઓના ધમધમાટથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. જોકે, તપાસમાં આ તમામ ધમકી ખોટી સાબિત થઇ છે. સરકાર હવે આ ઘટનાને લઇને એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગૃહમંત્રાલયે ફેક બોમ્બ ધમકીઓ પર નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોઅને નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે ચચર્િ કરી છે.
મળતી માહિતી અનુસારનાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરોની સાથે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની ચચર્મિાં નિર્ણય લેવામાં આવ્યો કે એજન્સીઓ સાથે મળીને ધમકી આપ્નારાની ઓળખ કરી તેમને નો-ફ્લાય લીસ્ટમાં સામેલ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે પણ દેશભરમાં એરપોર્ટ પર આવતી ઉડાનોમાં સ્કાય માર્શલની સંખ્યા બમણી કરવાનો નિર્ણય કર્યો છે.વિમાનમાં બોંબની ધમકીવાળા નકલી સંદેશાને લઈ દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધીને મામલાની તપાસ શરૂ કરી દીધી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ આવકવેરા વિભાગની આવક ૧૭ ટકા વધીને રૂપિયા ૪,૩૭૯ કરોડ પર પહોંચી
May 02, 2025 03:22 PMતળાજામાં મધ્યરાત્રીએ ધડાકાભેર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો
May 02, 2025 02:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech