BREAKING NEWS

ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનનાં ટુકડા થશે..અમદાવાદની 15 અને વડોદરાની 17 સ્કૂલને બોમ્બની ધમકી

  • February 16, 2026 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વડોદરાની 17 સ્કૂલ અને અમદાવાદની 15 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ધમકીભર્યા ઇ-મેઇલમાં પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. ઇ-મેઇલમાં લખ્યું છે કે, ગુજરાત ખાલીસ્તાન બનશે અને હિન્દુસ્તાનના ટૂકડા થશે.


અમદાવાદની ડીએવી ઇન્ટરનેશનલ સ્કૂલ, મકરબા, એશિયા સ્કૂલ, વસ્ત્રાપુર, એ વન સ્કૂલ, સેટેલાઇટ, અંકુર ઇન્ટરનેશનલ સ્કૂલ, કૃષ્ણનગર, સંત કબીર, નવરંગપુરા અને સિલ્વર બેલ સ્કૂલ, બાપુનગરને ધમકીના ઇ-મેઇલ મળતાં તંત્રમાં દોડધામ મચી છે. શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો સ્કૂલો ખાતે દોડી આવ્યો છે અને તપાસ હાથ ધરી છે. 


વડોદરાની 17 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઇ-મેઇલ મળતાં શાળા સંચાલકો દ્વારા બાળકોને તાત્કાલિક છોડી મૂકવામાં આવ્યા છે. તેમજ ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ સાવચેતીના ભાગરૂપે ખાલી કરી દેવામાં આવી છે. બોમ્બની ધમકી મળી હોવાની જાણ થતાં શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો છે. પરિસ્થિતિની ગંભીરતા જોતા બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સ્કૂલની તપાસ કરવામાં આવી છે.


વડોદરાની ડી. આર. અમીન, વાસણા રોડ, ઉર્મી, સમાસાવલી, નાલંદા, વાઘોડિયા રોડ, બરોડા હાઈસ્કુલ, બગીખાના, નવયુગ, સમા, જીવન સાધના, નાઘરવાડા એડબલ્યુએસ અને ડભોઇ શાનેન, ખોડિયારનગરને બોમ્બની ધમકી મળી છે.


વડોદરામાં આ ઈમેલ મળતા જ શાળા સંચાલકોએ સતર્કતા દાખવી તાત્કાલિક બાળકોને સુરક્ષિત રીતે ઘરે મોકલી આપ્યા છે. સાવચેતીના ભાગરૂપે ઉર્મિ સ્કૂલની હોસ્ટેલ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી.


ગત 2 ફેબ્રુઆરીના રોજ ​જૂનાગઢ શહેરની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. કોર્ટના સત્તાવાર ઈ-મેલ આઈડી પર મેલ આવ્યો હતો કે, 2:10 વાગ્યે ત્રણ બોમ્બ કોર્ટમાં ફૂટશે. મેલ મળતાની સાથે જ કોર્ટના અધિકારીઓએ તુરંત પોલીસ વિભાગને જાણ કરી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે ઉતરી પડ્યો હતો. અંદાજે ત્રણ કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ કોઈ અઘટિત ઘટના કે શંકાસ્પદ વસ્તુ મળી નહોંતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application