રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્ર-કચ્છના ઔદ્યોગિક અને વાણિય એકમોના કુલ ૨.૭૫ લાખ શ્રમયોગીઓને ૩૬૬ કરોડથી વધુ રકમનું બોનસ ચુકવાયું છે. બોનસ ચુકવણી અધિનિયમ, ૧૯૬૫ હેઠળ ઔદ્યોગિક એકમો અને વાણિજય સંસ્થાઓમાં વર્ષ 2024-25ના શ્રમયોગીઓને બોનસ તા.૩૦-૧૧-૨૦૨૫ સુધીમાં ચુકવવાની જોગવાઇ છે. પરંતુ ગુજરાત રાજ્યનાં એકમો દ્વારા દિવાળીનાં તહેવારો પહેલા બોનસ ચુકવી આપવાની પ્રથા હોવાથી શ્રમયોગીઓને દિવાળીનાં તહેવારો પહેલા બોનસ ચુકવાય તેવા સઘન પ્રયત્નો શ્રમતત્રં ધ્વારા કરાયા હતા.
શ્રમયોગીઓને દિવાળીનાં તહેવારો પહેલા બોનસ ચુકવાય તે સંદર્ભે શ્રમ તત્રં દ્રારા સક્રિય રસ લઈ સઘન પ્રયાસો હાથ ધરાયા હતા. જેનાં પરિણામરૂપે રાજકોટ રીજીયન હેઠળના રાજકોટ, કચ્છ-ભુજ,સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમી દ્વારકા, ભાવનગર, અલંગ, જુનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર, બોટાદ, અમરેલી અને મોરબીમાં આવેલ ૧૮૩૪ ઔદ્યોગિક એકમો, વાણિજ્યક એકમોના કુલ ૨,૭૫,૭૯૪ શ્રમયોગીઓને રૂ.૩૬૬,૫૭, ૮૪,૦૭૪ના બોનસની ચુકવણી કરવામા આવી હતી.